GSTV
Gujarat Government Advertisement

દિપીકાને ઓડિસી ડાન્સ પડ્યો ભારે, યુઝર્સને આપ્યો મોં તોડ જવાબ

ટીવી એક્ટ્રેસ દીપિકા સિંહ સોશિયલ મીડીયા પર તાજેતરમાં ડાન્સ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોને લઈ તે ટ્રોલ થઈ રહી છે. તેણે પણ આ વાતનો બરાબર જવાબ આપ્યો છે. વીડિયોમાં દીપિકા ઓડિસી ડાન્સ કરી રહી છે. તેણે રેડ અને ગ્રીન વેડિંગ કોસ્ચ્યુમ પહેર્યા છે. દિપીકા ઓડિસી ડાન્સર છે, તે પાંચ વર્ષથી પ્રેક્ટિસ કરી રહી છે.

Gujarat Government Advertisement

વીડિયો શેર કરતાં દીપિકાસિંહે લખ્યું કે, આધ્યાત્મિક સવાર odissi #choreography #Gurukelucharanmohapatra મારી સવાર બહુ જ મસ્ત બની ગઈ કારણ કે મેં કવચ મહાશિવરાત્રીના શૂટની વચ્ચે થોડો સમય કાઢીને ઓડિસી ડાન્સની પ્રેક્ટિસ કરી. દીપિકાએ આ ડાન્સ વીડિયો વેનિટી વાનમાં શૂટ કર્યો છે. એક બાજુ તેના ફેન્સ આ ડાન્સના વખાણ કરી રહ્યા છે અને કેટલાક યુઝર આ ડાન્સ જોઈને ખુશ નથી. તેમાં એક યુઝરે લખ્યું છે કે, બહુ જ ભયાનક છે આ.

15 વર્ષ ઓડિસીનો બેસિક ડાન્સ શીખો…પછી એક પરર્ફોમન્સનો પ્રયાસ કરો…કૃપા કરીને આ કલાનું અપમાન ન કરો. દિપીકાએ તેનો જવાબ આપતાં કહ્યું કે, રિએક્શન આપવા માટે થેન્કયુ. પરંતુ હું છેલ્લા પાંચ વર્ષથી ઓડિસી નૃત્ય કલાનો અભ્યાસ અને પૂજા કરી રહી છું. તેણે કહ્યું કે અભ્યાસ જ મનુષ્યને સંપૂર્ણ બનાવે છે.

એ વાત સાચી છે. દિપીકાએ કહ્યું કે, વીડિયો શેર કર્યો ત્યારે જ મેં લખ્યું હતું કે આ પ્રેક્ટિસ વીડિયો છે. આશા રાખું છું કે તમારો દિવસ શુભ રહે. દિપિકા સીરિયલ દિયા ઓર બાતીથી લોકપ્રિય બની હતી. શોમાં તેની એક્ટિંગ બધાને પસંદ આવી હતી. હવે તે એક્તા કપૂરના શો કવચ-2માં જોવા મળશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

સરકાર ગળા ફાડી ફાડીને કહી રહી છે છતાં નથી સમજતા લોકો, અહીં લગ્ન પ્રસંગમાં ટોળા એકઠા કર્યા અને 135 લોકોને થયો કોરોના

Pravin Makwana

મોટી રાહત: ફટાફટ ફૂલ કરાવી લેજો ટાંકી, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં નોંધાયો છે ઘટાડો

Pravin Makwana

ઘોર કળિયુગ: મહામારીમાં હોસ્પિટલમાં માનવતા નેવે મુકાઈ, ઓક્સિજન હટાવી લેતા તરફડીયા મારતા દર્દીનું કરૂણ મોત

Pravin Makwana
Video-MW-gstv.in-Direct-RS-SLDR-GL
Do NOT follow this link or you will be banned from the site!