GSTV

બંપર રિટર્ન/ આ કંપનીના શેરે રોકાણકારોને બનાવ્યા માલામાલ!, એક જ વર્ષમાં 5 લાખના બની ગયા 20 લાખ રૂપિયા

શેરે

Last Updated on June 25, 2021 by Bansari

Bumper Return Stock: શેર બજારમાં તેજીનો ફાયદો ત્યારે જ થાય છે જ્યારે તમે એવા શેરોમાં રોકાણ કરો છો જે બાકીની તુલનામાં તમને બમ્પર રિટર્ન આપે છે. આજે અમે તમને Dixon Technologies કંપનીના શેર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેણે ફક્ત એક વર્ષમાં પોતાના રોકાણકારોના રૂપિયા 4 ગણા  બનાવ્યા છે.

1 વર્ષમાં આપ્યું 302 ટકા રિટર્ન

Dixon Technologies ના શેર છેલ્લા 12 મહિનામાં 302 ટકાથી વધુ વધ્યો છે. આજથી એક વર્ષ પહેલા એટલે કે 25 જૂન, 2020 ના રોજ, કંપનીનો શેરનો ભાવ શેર દીઠ 1138.73 રૂપિયા હતો. જે હવે 4585 ના ભાવને સ્પર્શી ગયો છે. એટલે કે, ત્યારથી આ શેર 302 ટકા ઉપર પહોંચી ગયો છે. આ દરમિયાન સેન્સેક્સે 52% રિટર્ન આપ્યું છે.

શેરે

5 લાખના થઈ ગયા 20 લાખ

જો તમે એક વર્ષ પહેલા ડિક્સન ટેક્નોલોજીસના શેરમાં 5 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત, તો આ રકમ આજ સુધીમાં 20 લાખ રૂપિયાથી વધુ હોત. જ્યાં સુધી રિટર્નની વાત છે, કંપનીના શેરે આ વર્ષની શરૂઆતથી 55% રિટર્ન આપ્યુ છે. ગુરુવારે, એનએસઈ પર કંપનીનો શેર 4490 રૂપિયામાં ખુલ્યો, રૂ .4585 પર પહોંચી 4545 રૂપિયા પર બંધ થયો.

શેરે

કંપનીના પરિણામો

નાણાકીય વર્ષ 2021 માં કંપનીની આવક 47% વધીને 6,448.17 કરોડ રૂપિયા થઈ ગઈ છે, જે ગયા વર્ષે રૂ. 4,400.12 કરોડ હતી. કંપનીનો ચોખ્ખો નફો પણ રૂ. 120.50 કરોડથી વધીને 159.8 કરોડ રૂપિયા થયો છે. કંઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ સેગમેન્ટની કંપનીની કુલ આવકમાં 56% ફાળો હતો, ત્યારબાદ લાઈટનિંગ પ્રોડક્ટ્સ, હોમ અપ્લાયંસેસ અને મોબાઇલ ડિવિઝને સારુ યોગદાન આપ્યું છે.

જો કે, કોઈપણ સ્ટોકમાં રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. મોટાભાગના બજારના નિષ્ણાતો સ્ટોકના પાછલા પ્રદર્શનને જો્યા પછી રોકાણ ન કરવાની સલાહ આપે છે.

Read Also

Related posts

જય ભીમ: સાઉથ સુપરસ્ટાર સૂર્યાએ ફેન્સને આપી ખુશખબર, આગામી ફિલ્મનું પોસ્ટર શેર કર્યું

Pravin Makwana

ગુરુ પૂર્ણિમા/ ડાકોર- શામળાજીમાં ઉમટ્યું માનવ મહેરામણ, અંબાજી સહિત આ યાત્રાધામોમાં શ્રદ્ધાળુઓ લીધો દર્શનનો લ્હાવો

Bansari

Bank Holiday: ઓગસ્ટ મહિનામાં 15 દિવસ બેંકો રહેશે બંધ, સાતમ-આઠમ પર પાંચ દિવસનું લોંગ વિકેન્ડ આવશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!