નવરાત્રિ વેકેશન સામે બાંયો ચઢવનારી સુરતની શાળાએ દિવાળી પર 21 દિવસનું વેકેશન પાડવાની જાહેરાત કરી છે.રાજ્ય સરકારે નવરાત્રિ પર વેકેશનનો પરિપત્ર બહાર પાડ્યો હતો.જોકે સુરતની 450 જેટલી શાળાઓએ 10 થી 18 તારીખ સુધી એટલે કે નવરાત્રિ વેકેશન સમયે શૈક્ષણિક કાર્ય ચાલુ રાખ્યુ હતુ. અને હવે તેમણે દિવાળી પર વેકેશનની જાહેરાત કરી.
આ વર્ષે શિક્ષણ બોર્ડે પાંચથી 13 તારીખ સુધીના નવ દિવસનું વેકેશન જાહેર કર્યુ છે. જેની સામે સુરતની આ શાળાઓએ કુલ 21 દિવસનું વેકેશન રાખવાની જાહેરાત કરી છે. બોર્ડની વિરુદ્ધમાં શાળા તંત્રના નિર્ણયને લઈને જિલ્લા શિક્ષણાધિકારી શાળાઓને નોટિસ ફટકારે તેવી શકયતા સેવાઇ રહી છે.
- નવરાત્રી વેકેશન સામે બાયો ચઢાવનાર શાળાઓ હવે 21 દિવસનું પૂરું વેકેશન પાડશે.
- સુરતની 450 ખાનગી શાળાઓમાં 21 દિવસનું વેકેશન જાહેર.
- ચાલુ સત્ર દરમ્યાન શાળાઓએ નવરાત્રી વેકેશને પણ શેક્ષણિક કાર્ય ચાલુ રાખ્યું હતું.
- રાજ્ય સરકાર ના વટહુકમ જઈ શાળાઓએ નવરાત્રી વેકેશન ની પણ મનાઈ ફરમાવી હતી.
- નવરાત્રી વેકેશન દરમ્યાન 10 થી 18 તારીખ સુધી શાળાઓએ શેક્ષણિક કાર્ય ચાલુ રાખ્યું હતું.
- ત્યારે આગામી માસની 5 થી 13 તારીખ દરમ્યાન બોર્ડે શાળાઓમાં વેકેશન જાહેર કર્યું છે
- જેની સામે શાળાએ કુલ 21 દિવસનું વેકેશન રાખવા જાહેરાત કરી દીધી છે.
- નવરાત્રી માં શાળાઓએ વેકેશન નો હુકમ ના માની ચાલુ રાખી હતી.
- જ્યાં હવે શાળાઓ ફરી બોર્ડ ના વિરુદ્ધ જઇ કુલ 21 દિવસનું વેકેશન જાહેર કર્યું છે.
- જેને લઈ હવે સુરત જિલ્લા શિક્ષણ અધિકારી શાળાઓને નોટિસ ફટકારે તેવી શકયતા સેવાઇ રહી છે.