દિવાળીમાં મહેમાનોનું સ્વાગત કરો આ સ્પેશિયલ વેલકમ ડ્રિન્કથી

દિવાળીનો તહેવાર તો પતી ગયો પરંતુ હજુ પણ મહેમાનોની અવર જવર દરેક ઘરમાં ચાલુંજ રહે છે. મહેમાન આવે એટલે તેમના વેલકમમાં કંઈકને કંઈક ઠંડુ કે ગરમ જેવું કે ચા,કૉફી, કોલ્ડડ્રીન્ક, આઈસ્ક્રીમ વગેરે જેવું પીરસવું પડે છે. પરંતુ આ વખતેમહેમાનોને કંઈક અલગ આપો. બનાવો કોકો મિલ્ક વિથ ચોકો આઈસ્ક્રીમ.  

સામગ્રી:
૧ બોટલ કોક

૧ બાઉલ ખાંડ

૧ કપ મિલ્ક

૩-૪ ક્યુબ બરફ

૧ કપ ચોકલેટ આઇસક્રીમ

રિફેસિંગ મિલ્ક કોકો બનાવવા માટે સૌપ્રથમ એક વાસણમાં ઠંડુ દૂધ લઈ તેમાં કોક ઉમેરો. જેટલું દૂધ લો તેના સરખા પ્રમાણમાંકોક લઈ તેમાં ખાંડ મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં ચોકલેટ આઇસક્રીમ મિક્સ કરો. તમેચોકલેટ આઇસક્રીમની જગ્યા પર વેનીલા આઇસક્રીમનો પણ ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ તેનેમિક્સચરમાં મિક્સ કરી લો. થોડુ ફીણ થાય ત્યાં સુધી તેને બ્લેન્ડ કરી લો અને બરફ નાખીસર્વ કરો તમે તેને ચોકલેટ સિરપ દ્વારા ગાર્નિશ પણ કરી શકો છો.

Read Also 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter