દીવાળીનો (Diwali)નો તહેવાર બહુજ નજીક છે. તહેવાર અને ખુશીનાં કોઈ પણ તકની શરૂઆત મીઠાથી કરવામાં આવે છે. દીવાળીનાં ખાસ અવસર પર મા લક્ષ્મીને દૂધથી બનેલી મીઠાઈઓનો ભોગ લગાવવામાં આવે છે.

દૂધનાં પેંડાની રેસિપી
આ વર્ષે દિવાળીનાં અવસરે જો તમે બજારમાંથી મીઠાઈ ખરીદવાની જગ્યાએ ઘરે જ કંઈક બનાવવા માંગો છો તો જલ્દીથી દૂધનાં પેંડા બનાવી શકો છો. આ પેંડા ખાવામાં તો સ્વાદિષ્ટ હોય છે અને સાથે તે સરળતાથી બની પણ જાય છે. તો ચાલો જાણીએ દૂધનાં પેંડા બનાવવાની સરળ રીતે વિશે. (Doodh Peda Recipe)

સામગ્રી
- 200 ગ્રામ કંન્ડેન્સ્ડ મિલ્ક
- 1/2 ચમચી ઘી અથવા બટર
- 3/4 કપ મિલ્ક પાવડર
- કેસર એક ચુટકી
- જાયફળ એક ચુટકી
- 3-4 લીલી ઈલાયચી
- બદામ-પીસ્તા કતરણ કરેલાં

બનાવવાની વિધી
- એક પૅનમાં ઘી અથવા બટર, કંન્ડેસ્ડ મિલ્ક અને મિલ્ક પાઉડર નાંખીને 2-3 મિનિટ હલાવો.
- હવે તેમાં લીલી ઈલાયચી, કેસર, જાયફળનો પાવડર નાંખીને સારી રીતે મિક્સ કરી લો.
- જ્યારે મિશ્રણ ઘાટું થઈ જાય તો ગેસ બંધ કરીને તેને ઠંડુ થના દો.
- પેંડા બનાવતી વખતે તમારા હાથમાં ઘી લગાવી દો, હવે તેની ઉપર પિસ્તા અથવા બદામ લગાવો
- જ્યારે તે બિલ્કુલ ઠંડા થઈ જાય ત્યારે તેને એરટાઈટ કંટેનરનાં ભરીને રાખી દો.
READ ALSO
- BREAKING : છત્તીસગઢમાં વિષ્ણુદેવને મુખ્યમંત્રી બનાવ્યા બાદ બે ડેપ્યુટી CMના નામની ચર્ચા
- ભારતીય સેના AI સંચાલિત શસ્ત્રોનો કરશે ઉપયોગ, સરહદ નજીક લડાઈમાં દુશ્મનનો કરશે નાશ
- અંકલેશ્વર / હાંસોટ-કોસંબા રોડ કાર નહેરમાં ખાબકી, કારમાં સવાર હતા પતિ-પત્ની
- સરપંચથી લઈને સીએમ સુધીની સફર: વિષ્ણુદેવ સાયને મળી છત્તીસગઢના નવા કેપ્ટન, જાણો તેમની રાજકીય જીવન વિશે…
- 2023માં પ્રથમ છ મહિનામાં જ 42,000 લોકોએ કેનેડા છોડ્યું, જાણો શું છે કારણ