GSTV
Home » News » દિવાળીનાં તહેવાર પર બનાવો ચોખાનાં લોટની સ્વાદિષ્ટ ચકરી, જાણો તેને બનાવવાની રીત

દિવાળીનાં તહેવાર પર બનાવો ચોખાનાં લોટની સ્વાદિષ્ટ ચકરી, જાણો તેને બનાવવાની રીત

દિવાળીમાં અનેક પ્રકારની મીઠાઈઓ અને પકવાન બનાવવામાં આવે છે. ઘણા લોકો બજારમાંથી ખરીદવાનું પસંદ કરે છે પરંતુ ઘણા એવા પણ છે જેઓ ઘરે બનાવવાનું પસંદ કરે છે. આ દિવાળી અમે આવા લોકો માટે ખાસ ચકરીની રેસીપી લઈને આવ્યા છીએ. દિવાળીમાં અનેક પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે પરંતુ ખાસ કરીને મહારાષ્ટ્રમાં દિવાળી દરમિયાન ચકરી ચોક્કસપણે બનાવવામાં આવે છે. તો ચાલો જાણીએ તેને બનાવવાની રીત વિશે.

સામગ્રી

  • 2 કપ ચોખાનો લોટ
  • 1 કપ અડદ દાળનો લોટ
  • 1 કપ મગ દાળનો લોટ
  • 1 કપ ચણાનો લોટ
  • 1 ટી સ્પૂન અજમો
  • 1 ટી સ્પૂન જીરુ
  • ¼ ટી સ્પૂન લાલ મરચું
  • 4 ટી સ્પૂન તેલ
  • મીઠું સ્વાદ અનુસાર

બનાવવાની રીત

પહેલાં ચોખા,ચણા, અડદ અને મગદાળને અલગ અલગ પલાળીને 5-6 કલાક રહેવા દો. ત્યારબાદ તેને પાણીમાંથી કાઢીને સૂકવી નાંખો. જ્યારે આ ચારેય દાળ સારી રીતે સૂકાઈ જાય તો તેને પેનમાં નાંખીને ધીમા તાપે શેકી લો. ત્યારબાદ ચોખા, ચણા , અડદ અને મગાળને ઠંડી કરીને સારી રીતે પીસી લો. ત્યારબાદ એક વાસણમાં બે કપ લોટ લો. તેમાં માખણ, મીઠું, જીરુ, ધાણાજીરુ પાઉડર અને લાલ મરચું પાઉડરને સારી રીતે મિક્સ કરી લો. ત્યારબાદ તેને બે ભાગમાં વહેંચી લો. જ્યારે સારી રીતે બંને ભાગનાં લોટને મસળી લો, ત્યારબાદ  ચકરી પાડવાનાં મશીનમાં લોટ નાંખીને ચકરીને થાળીમાં પાડો. બાદમાં એક મોટા વાસણમાં તેલ ગરમ કરીને તેમાં 4-5 ચકરી નાંખીને તેને તળી લો. ચકરી ઠંડી થયા બાદ તેને એરટાઈટ ડબ્બામાં રાખો. જેથી તે ખરાબ ન થાય અને તમે લાંબા સમય સુધી તેને ખાઈ શકો.

READ ALSO

Related posts

‘તમારા ઘરમાં અનેક આત્મા રહે છે વિધિ નહીં કરાવો તો સત્યાનાશ થઈ જશે’ કહી તાંત્રિકે દુષ્કર્મ આચર્યું

Mayur

સાઉથની આ પાંચ અભિનેત્રીઓ છે અત્યંત ખૂબસૂરત, બોલિવુડમા છે તેમની ચર્ચા

pratik shah

ઠંડીમાં જો તમે આ રીતે સૂવાથી થઈ શકે છે નુકશાન, શરીરને થાય છે ખૂબ ગંભીર અસર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!