GSTV

દિવાળીનાં પ્રદૂષણથી સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવા માંગો છો તો આ “આયુર્વેદિક ટીપ્સ”ને કરો ફોલો

Last Updated on October 27, 2019 by Mansi Patel

રોશનીનો તહેવાર દિવાળી આ વર્ષે 27 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે. આ તહેવારની રોનક બજારો અને ઘરોમાં પહેલેથી જ જોવા મળી રહી છે. દિવાળીમાં સૌથી મહત્વનું છે ઘરની સફાઈ, ડેકોરેશન, લાઇટિંગ વગેરે. સ્પાર્કલિંગ લાઇટ્સ, લેમ્પ્સ, દીવા, ગિફ્ટ્સ, મીઠાઈઓ, વિવિધ પ્રકારની વાનગીઓ આ તહેવારની વિશેષતા છે. તો સાથે જ ફટાકડાઓનું પણ આ ઉત્સવમાં મહત્વ હોય છે. બીજી બાજુ, આ તહેવારની ઘણી આડઅસર પણ છે. દિવાળી પહેલા દર વર્ષની જેમ આ વર્ષે પણ હવાનું પ્રદૂષણ વધ્યું છે. તેમ છતાં લોકો ફટાકડા ફોડવાનું ચાલું જ રાખે છે. અને આપણે દિવાળી પછી તેનું પરિણામ સહન કરવું પડશે, એટલું જ નહીં, આ વાયુ પ્રદૂષણનો સીધો પ્રભાવ આપણા ફેફસાં પર પડે છે.

જેમ તમે જાણો છો, આખા વર્ષમાં કોઈ પણ પ્રકારનું હવાનું પ્રદૂષણ નથી થતું, તે માત્ર એક જ રાતમાં 42 ગણું વાયુ પ્રદૂષિત થાય છે. ફક્ત દિલ્હી જ નહી ભારતનાં અન્ય શહેરોમાં પણ દિવાળી બાદ હવાનાં પ્રદૂષણને કારણે લોકો પ્રભાવિત થાય છે. જ્યારે તમે આ વાયુ પ્રદૂષણમાં ઘરની બહાર નીકળો છો, ત્યારે તે તમારા ફેફસાં, વાળ અને ત્વચા પર સીધી અસર કરે છે. આ બધા વચ્ચે સૌથી મોટો સવાલ એ છે કે એવું શું કરવું જોઈએ જેથી આપણી દિવાળી સલામત રહે. તો ચાલો અમે તમને કેટલીક વિશેષ આયુર્વેદિક ટિપ્સ જણાવીએ જેની મદદથી તમે તમારા ફેફસાંને આ વાયુ પ્રદૂષણથી બચાવી શકો છો.

ગાજરનાં જ્યૂસનો આ રીતે કરો ઉપયોગ

આ દિવાળી પર તમે આ આયુર્વેદિક ટીપ્સને ફોલો કરી શકો છો. સૌ પ્રથમ, ગાજરનો રસ કાઢો. અને સવારે તેને થોડું મીઠું નાખીને અથવા મીઠું નાખ્યા વગર પીવો. તમે ગાજર ખાઈ પણ શકો છો. ગાજર શરીરને સાફ કરવામાં ફાયદાકારક છે સાથે જ તે તમારું લોહી પણ સાફ કરે છે. ગાજર હૃદયની ધમનીઓને બરાબર રાખે છે. ગાજરમાં મળતા મિનરલ્સ, વિટામિન અને ખનિજો તમારા શરીર માટે ફાયદાકારક છે. ગાજર, મૂળો, ટામેટાં, લીંબુ જેવા શાકભાજીમાંથી મેળવેલ ખનીજ રોગ-નિવારક અને શારીરિક સુંદરતામાં વધારો કરનારા હોય છે.

આદુ અને મધ

દૂધમાં આદુ અને મધ મેળવીને પીવાથી શરીરમાં કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં આવે છે. જો તમે જલ્દી વજન ઘટાડવાનું વિચારી રહ્યા છો, તો પછી તમે દરરોજ દૂધમાં આદુ અને મધ મેળવી પી શકો છો. તે તમારી પાચનની સમસ્યાને કાયમ માટે દૂર કરે છે. આદુ-મધ અને દૂધ કબજિયાતની સમસ્યાને દૂર કરે છે, તમારા પેટને અંદરથી સાફ કરે છે અને તમને હંમેશાં ફીટ રાખે છે.

હળદરવાળું દૂધ

હળદર એ કુદરતી એન્ટીબાયોટીક એજન્ટ છે. અને આ એન્ટિબાયોટિક એજન્ટ ત્વચા, પેટ અને શરીર માટે ઘણું ફાયદાકારક માનવામાં આવે છે. હળદરના છોડમાંથી મેળવેલા ફળ અને પાન બંને ખૂબજ ઉપયોગી છે. તે શરીરમાં થતાં ચેપને અટકાવે છે.

READ ALSO

Related posts

પ્રાઇવસી / Instagramએ આ યુઝર્સ માટે કર્યા મોટા ફેરફાર, તમે પણ તેમા સામેલ તો નથી ને! એકવાર કરી લો ચેક

Zainul Ansari

ભાવનગર / ધોરણ 12ની રીપીટર પરીક્ષામાં ડમી ઉમેદવાર ઝડપાયો, પોલીસે અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી

Zainul Ansari

EPFO: મોદી સરકાર આ સપ્તાહે સાડા 6 કરોડ લોકો માટે લાવી શકે છે ખુશખબર, ઘરે બેઠા કરી શકશો એકાઉન્ટ ચેક

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!