GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

દીવાળીના અને નૂતનવર્ષના પર્વ પર મીઠાઈ ખાતા પહેલા ચેતી જજો, પહેલા વાંચી લો આ

દીવાળીમાં મીઠાઈનો વપરાશ ધણો વધારે હોય છે ત્યારે વેપારીઓ પણ નફો રળી લેવા લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતાં અચકાતાં નથી. જામનગર શહેર અને જિલ્લામાં બનવટી માવો મળી આવ્યો. એલસીબીએ હાપા જીઆઈડીસીમાં દરોડા પાડીને મીઠાઈ, દૂધ પાવડર અને માવાનો 11 ટન જેટલો મોટો શંકાસ્પદ જથ્થો ઝડપી પાડ્યો. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે આ નમૂના તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. પરંતુ આ સમગ્ર કાર્યવાહીમાં ફૂડ વિભાગની કાર્યવાહી વેપારીઓને છાવરતી હોવાનું જોવા મળ્યું.

દીવાળીના અને નૂતનવર્ષના પર્વ પર મીઠાઈ ખાતા પહેલા ચેતી જજો. કેમકે મીઠાઈની અનેક દુકાનોમાં નકલી માવાની અને અખાદ્ય પદાર્થો મિશ્રીત મીઠાઈ હોઈ શકે છે. જામનગરમાં પોલીસે ફૂડ વિભાગની કામગીરી કરી. બાતમીને આધારે અડધી રાત્રે હાપા વિસ્તારમાં શ્રીડેરીમાં દરોડા પાડ્યા. જ્યાંથી પાંચ હજાર ફૂટમાં પથરાયેલા કારખાનામાંથી શંકાસ્પદ 3 ટન તૈયાર મીઠાઈ, 4 ટન પાવડર, 4 ટન માવો અને 46 ડબ્બા પામોલીન તેલના મળી આવ્યાં હતાં. સામાન્ય રીતે માવો દૂધમાંથી બનતો હોય છે. પરંતુ, અહીં પાવડર, પામોલીન તેલ જેવી વસ્તુઓ મીક્ષ કરી માવો બનાવવામાં આવતો હોવાનું અને આ માવામાંથી મીઠાઈ બનાવાતી હોવાનું ખૂલ્યું હતું.

 દરોડા બાદ પોલીસે ફૂડ એન્ડ ડ્રગ વિભાગને જાણ કરી. ફૂડ વિભાગે મીઠાઈ, માવાના સેમ્પલ લઈ વડોદરાની લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યા. ફેકટરીમાં ઉંદરો ફરતા પણ જોવા મળ્યા હતાં. તેમ છતાં ફૂડ વિભાગે માત્ર નમૂનાઓ લઈ નોટિસ આપીને કાર્યવાહી કર્યાનો સંતોષ માન્યો.

નવાઈની વાત તો એ છે કે ફૂડ વિભાગે સ્પષ્ટ રીતે કહ્યું કે જ્યાં સુધી સેમ્પલનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી તેઓ માલનો સીઝ કે નાશ કરી શકે નહીં અને વેપારીને આ માલ વેચતા રોકી પણ શકે નહીં. ત્યારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કાર્યવાહી સામે પણ સવાલ ઉઠ્યા. જો આ રીતે વેપારીઓને છાવરવામાં આવશે તો દીવાળી સુધીમાં ટનબંધ ભેળસેળયુક્ત માવાવાળી મીઠાઈ અનેક લોકોના પેટમાં જશે અને રોગનો ભોગ બની શકે છે.

Read Also 

Related posts

અમદાવાદની સોલા સિવિલના આઇ.સી.યુ વોર્ડની દયનીય સ્થિતિનો વીડિયો વાયરલ

Nilesh Jethva

સુરતમાં ટ્રાફિક બ્રિગેડના જવાનોની હપ્તાખોરીનો વીડિયો વાયરલ થતા નાયબ પોલીસ કમિશનરે કરી મોટી કાર્યવાહી

Nilesh Jethva

પાલનપુરમાં ગરીબો પાસેથી અનાજ પડાવી લેવાનું કૌભાંડ ઝડપાયુ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!