GSTV
Gujarat Government Advertisement

મુહૂર્ત ટ્રેડિંગમાં શેરબજાર ઓલટાઈમ હાઈ, કિસ્મતને ચમકાવવા રોકાણકારોએ લગાવ્યો દાવ

Last Updated on November 14, 2020 by Mansi Patel

સામાન્ય રીતે શનિવારના દિવસે ભારતીય શેર બજાર બંધ હોય છે પરંતુ દિવાળી નીમિતે આજે શેર બજાર થોડી કલાકો માટે ખુલ્યું હતું. જો કે દિવાળીના દિવસે ભારતીય શેર બજારમાં મુહૂર્ત ટ્રેડિંગ સેશનનું આયોજન કરવામાં આવે છે. સવંત વર્ષ 2011ની શરૂઆતના દિવસમાં શનિવારે વિશેષ મુહૂર્ત કારોબારના પ્રારંભમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ 380 આંકના વધારા સાથે પોતાના સર્વકાલીન ઉંચાઈ પર પહોંચ્યું છે.

સાંજે 6.15 વાગ્યે ખુલ્યું બજાર

કારોબારમાં પહેલી થોડી મીનીટોમાં જ 30 શેર પર આધારિત બોમ્બે શેર બજારમાં સૂંચકાંક 380.76 અંક કે 0.88 ટકાના વધારા સાથે 43,823.76 અંક પર પહોંચ્યું હતું. આ પ્રકારે એનએસઈમાં નિફ્ટી સૂચકાંક 117.85 અંક કે 0.93 ટકાના વધારા સાથે 12,808.65 અંક પોતાનો નવો રેકોર્ડ ઉંચાઈ પર ચાલી રહ્યો હતો. બીએસઈમાં ટેલિકોમ, કેપિટલ ગુડ્ઝ, ઓદ્યોગિક અને ફાઇનાન્સ ક્ષેત્ર સહિત લગભગ તમામ ક્ષેત્રોના સૂચકાંકો નફામાં હતા. સંવત 2077ના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં વેપારીઓ અને રોકાણકારોએ ખાતામાં નવી શરૂઆત કરી છે. સેન્સેક્સમાં મોટો નફો મેળવનારી કંપનીઓમાં બજાજ ફિનઝર્વ, ઇન્ડસઇન્ડ બેન્ક, ટાટા સ્ટીલ, ભારતી એરટેલ, એલએન્ડટી, એક્સિસ બેંક અને આઈટીસીનો સમાવેશ થાય છે. જેમાં 1.93 ટકાનો વધારો નોંધાયો છે. જો કે એનટીપીસી, પાવરગ્રીડ અને નેસ્લે ઈન્ડિયાના શેરોમાં 0.77 ટકા સુધી ઘટાડો જોવા મળ્યો છે. બજારના આંકડા પ્રમાણે વિદેશી સંસ્થાગત રોકાણો (FII)એ શુક્રવારે 1,935.92 કરોડ રૂપિયાના શેર ખરીદ્યાં જ્યારે ડોમેસ્ટીક સંસ્થાગત રોકાણકારોએ અસ્થાયી વિનિમય આંકડા પ્રમાણે 2462.42 કરોડ રૂપિયાના શેરનું વેચાણ કર્યું હતું.

શું હોય છે મુહૂર્ત ટ્રેડિંગ

આ વ્યવસાય દિવાળીના દિવસે માં લક્ષ્મીની ખાસ આરાધના માટે કરવામાં આવે છે અને તે દિવસે પોતાનું કામ બંધ નથી રાખી શકતા પરંતુ પોતાનું કામ વધારે નિષ્ઠાથી કરે છે અને નવા કારોબારની શરૂઆત કરે છે. એવું માનવામાં આવે છે કે, દિવાળીના શુભ દિવસે કારોબારની શરૂઆતથી વર્ષમાં બરકત રહે છે. દિવાળીથી જ હિંન્દુ નાણાકીય વર્ષની શરૂઆત થાય છે અને વ્યવસાયીઓ આ દિવસે ચોપડાપૂજન કરે છે. શેરબજારમાં પણ બ્રોકર મુહૂર્ત ટ્રેડિંગ પહેલા ચોપડાપૂજન કરે છે.

Gujarat Government Advertisement

Related posts

મહામંથન: ચૂંટણી ટાણે ખેડૂતો આડા ન આવે એ માટે અત્યારથી પંજાબમાં તૈયારી કરી રહ્યા છે અમિત શાહ

Pravin Makwana

આર્થિક અસમાનતા: ગરીબ અને તવંગર વચ્ચે ખાઈ વધશે, કોરોનાકાળમાં જ્યાં અમુકને ખાવાના પણ ફાંફા છે, ત્યાં અમુક ભારતીયોની સંપત્તિમાં થયો વધારો

Pravin Makwana

કોરોના વાયરસ/ 75 દિવસમાં સૌથી ઓછા દૈનિક કેસ, પોઝિટિવિટી રેટ ઘટીને 3.45 ટકાએ આવી ગયો

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!