GSTV

અયોધ્યામાં રામ મંદિરના શિલાન્યાસ બાદ દિવાળી જેવો માહોલ, CM યોગીએ ફોડ્યાં ફટાકડા

અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે વડાપ્રધાન મોદીએ ભૂમિપૂજન બાદ શિલાન્યાસ કર્યું. હવે મંદિર નિર્માણ શરૂ થઈ જશે. જ્યારે આજે અયોધ્યામાં દિવાળી મનાવવામાં આવી રહી છે. અયોધ્યા સિવાય પણ દેશના અનેક સ્થળોએ આવેલા મંદિરોમાં દિવા પ્રગટાવવામાં આવ્યા તેમજ ફટાકડા પણ ફોડવામાં આવ્યાં.

યોગી આદિત્યનાથે નિવાસ સ્થાને ફોડ્યાં ફટાકડા

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખનૌ સ્થિત પોતાના સત્તવાર નિવાસ સ્થાને ફટાકડા ફોડ્યા. આ તકે તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રામમંદિરની આધાકશિલા રાખવી નવા યુગનો પ્રારંભ છે અને આ યુગ રામરાજ્ય અને નવા ભારતના નિર્માણનો છે. આ નવો યુગ લોકકલ્યાણ માટે તપોમયી સેવાનો છે. આ યુગ રામ રાજ્યનો છે. આ યુગ પ્રભુ શ્રી રામના આદર્શો અનુરુપ નવા ભારતના નિર્માણનો છે.

રામ કી પૌડીમાં લોકોએ દીપ પ્રગટાવ્યાં

અયોધ્યામાં રામ કી પૌડીમાં લોકોએ માટીના દિપ પ્રગટાવ્યાં. અહીં એક સાથે દોઢ લાખ દીપ પ્રગટાવવામાં આવ્યા. જેનાથી રામ કી પૌડી ઝળહળી ઉઠી. આ સિવાય અયોધ્યાના અનેક મંદિરો અને અલગ-અલગ સ્થળોએ પર દીવાં પ્રગટાવવામાં આવ્યાં. જ્યારે સંઘ પ્રમુખ મોહન ભાગવતે શિલાન્યાસના કાર્યક્રમ બાદ સાંજે સરયુ તટ પર આરતી કરી.

Related posts

ગજબ/ હવામાં જ કોરોનાને પકડી લેશે આ ખાસ ડિવાઇસ, મોઢામાં આંગળા નાંખી દેશો એટલી છે કિંમત

Bansari

અગત્યનું/ PPF, NSC સુકન્યામાં રોકાણ કર્યુ હોય તો વાંચી લેજો, આજે સરકાર લેશે આ મહત્વનો નિર્ણય

Bansari

કંઈ બેંક તમને આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો કેટલી ઓછી EMI પર મળશે મનપસંદ કાર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!