GSTV
World

Cases
5225893
Active
7111331
Recoverd
569028
Death
INDIA

Cases
301609
Active
553471
Recoverd
23174
Death

દિવાળીમાં તમારા ઘરને સજાવો આ પદ્ધતિથી મહેમાનો આગળ પડી જશે વટ

શહેરના સુઘડ અને સમૃધ્ધ ગણાતા વિસ્તારમાં પશ્ચિમી પ્રભાવ તળે બનેલાં ગગનચુંબી રહેઠાણોમાં વસવાટ કરવાથી જ વાત પૂરી નથી થઇ જતી. સુંદર ઘરમાં, ઘરવખરીની ગોઠવણી સુરુચિપૂર્વક થઇ હોય, તો સોનામાં સુગંધ ભળ્યા જેટલી પ્રસન્નતા થાય છે. આધુનિક પધ્ધતિનાં રહેઠાણોમાં ઘરના ફર્નિચરની કે બીજાં ઘરવખરીનાં સાધનોની ગોઠવણી યોગ્ય રીતે કરવામાં આવી હોય, ત્યારે મહેમાન પણ આનંદ પામી શકતા હોય છે અને ઘરમાં રહેનાર વ્યક્તિ પણ અવશ્ય ખુશ રહે છે.

ઘરની સજાવટ માટેનો યશ ગૃહિણીને જ ફાળે જ જતો હોય છે,આથી એ યોગ્ય સજાવટ માટે સતત વિચારતી રહે એ સ્વભાવિક છે. લાંબા સમયથી ઘરની એકધારી સજાવટથી ગૃહિણી પોતે જ કંટાળી જાય એમાં નવાઇ નથી. એટલે વધારાના કશા ખર્ચ વિના માત્ર ગોઠવણીમાં જ ફેરફાર કરીને નવી સજાવટ નજર સામે પ્રગટ થઇ શકતી હોય, તો એવો પ્રયત્ન દરેક સમજુ ગૃહિણીએ કરવો જ જોઇએ. એકાદ-બે વર્ષ પહેલાંની કરેલી સજાવટમાં ફેરફાર કરવા બજારમાં દોડી જઇને, ખોટો ખર્ચ કરી નાખવાની જરૂર બિલકુલ નથી. ઘરમાં રહેલી ચીજવસ્તુઓના હાલના સ્થાનમાં થોડો ફેરફાર કરવાથી જે તે રૂમની સુંદરતામાં દેખીતો સુધારો જણાય છે.

ઘરની સજાવટનો અર્થ સ્વચ્છતા અને સગવડ સચવાઇ જવા

ઉપરાંત ઘરનો નયનરમ્ય દેખાવ હોવો જરૂરી છે. એક સ્થળે, પ્રદર્શનની જેમ બધી ચીજવસ્તુઓ મુકાયેલી હોય, તો એ સ્થળ રહેણાંકના એક હિસ્સાને બદલે ગોદામ જેવું લાગે. તે સજાવટ ન ગણાય. એવી જ રીતે એકરૂમમાં આવવા જવાની સરળતા ખાતર ઓછામાં ઓછું ફર્નિચર રાખ્યું હોય અને તેથી મહેમાનોને બેસવાની જગ્યા મેળવવા માટે ચારે બાજુ નજર દોડાવવી પડે તે પણ સારું ન ગણાય. લાંબા સમયથી એક જ સ્થિતિમાં અને એક જ જગ્યાએ રહેલ ફર્નિચર, થોડી મહેનત લઇને આઘુ-પાછું કરી તેની નીચે જામેલી ધૂળ સાફ કરી નાખવી.

દીવાલ તરફ રહેલા ફર્નિચરના હિસ્સાને પણ ધૂળ લાગેલી હોય તો તે સાફ કરવી પરંતુ વાત અહીં પૂરી નથી થતી. સફાઇ માટે હવે જ્યારે ફર્નિચર ફેરવ્યું જ છે, ત્યારે તેની દિશા બદલીને ગોઠવી જોવું. એમ કરતાં પહેલાં એટલું તો અવશ્ય વિચારી લેવું કે નવા ફેરફારને પરિણામે ટેલિવિઝન સેટ યોગ્ય અંતરે રહે છે કે નહીં. નવા ફેરફાર મુજબ ટી.વી. સેટ સોફાસેટથી તદ્દન નજીક રહેતો હોય, તો આંખોના આરોગ્ય સાથે ચેડાં કરવાનું ટાળીને ટી.વી.સેટની નવી જગ્યા વિચારી લેવી યોગ્ય ગણાશે. ફૂલદાનીના સ્થાનમાં પણ યોગ્ય રીતે ફેરફાર કરવો, જેથી સહેજ હિલચાલથી તે ટી.વી. ઉપર કે મહેમાનોના માથા પર ન પછડાય.

ફૂલદાનીમાં પ્લાસ્ટિકનાં કે કાગળનાં ફૂલોને બદલે અનુકૂળતા હોય તો તાજાં ફૂલ રાખવાં, પરંતુ એ શક્ય ન હોય તો ઘાસ અને ડાળીઓને આકર્ષક રીતે ગોઠવી શકાય. તાજી હવાની યોગ્ય અવરજવર માટે બારીઓ હોય છે, એ આપણે જાણીએ છીએ, તેથી બારીની આડે કોઇ મોટી વસ્તુ મૂકી હવા-ઉજાસને રૂમમાં પ્રવેશતાં કદાપિ અટકાવવા નહીં. શક્ય છે કે બારીમાંથી, કોઇ બહારની વ્યક્તિ તમારા ઘરમાં નજર નાખી શકતી હોય. તેને રોકવા માટે બારીનો ઉપયોગ સદંતર બંધ કરી દેવાની જરૂર નથી. તેનો સારો ઉપાય એ છે કે બારીમાં ટીન્ટેડ ગ્લાસ ફિટ કરાવવા અથવા જૂની થઇ ગયેલી સાડીના પડદા લગાવવા. પણ બારીનો ઉપયોગ હવા-ઉજાસ મેળવવા જરૂરી હોવાથી તેને કદી બંધ ન કરવા.

Read Also

Related posts

અમારી સાથે 30 ધારાસભ્યો, અશોક ગહેલોત ફ્લોર ટેસ્ટ સાબિત કરે

Pravin Makwana

લક્ઝુરિયસ કાર ચોરી કરતી ટોળકીનો પર્દાફાશ, દિલ્હી ક્રાઇમ બ્રાંચે વડોદરામાં ઓપરેશન પાર પાડ્યું

Nilesh Jethva

લદ્દાખના ચુશૂલમાં કાલે ભારત અને ચીન વચ્ચે કોર કમાન્ડર સ્તરિય વાતચીત, લેફ્ટિનેંટ જનરલ સ્તરની બેઠક

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!