GSTV
Home » News » દિવાળીના નાસ્તામાં સરસ મજાની બનાવો મિની ભાખરવડી

દિવાળીના નાસ્તામાં સરસ મજાની બનાવો મિની ભાખરવડી

દિવાળીની સાફસફાઈ થઈ ગઈ હશે અને ગૃહિણીઓ નાસ્તા બનાવવાની તૈયારીઓ કરી રહી હશે. મહેમાનો માટે આ વર્ષે કંઈક અલગ નાસ્તો બનાવવા માગો છો તો નાસ્તાના લિસ્ટમાં સામેલ કરો. મિની ભાખરવડી. નોંધી લો રેસિપી અને બનાવો ફટાફટ.
સામગ્રી:
૨૫૦ ગ્રામ મેંદાનો લોટ
બે ટેબલસ્પૂન ઘી મોણ માટે
મીઠું પ્રમાણસર તળવા માટે તેલ

સ્ટફિંગ માટે:
૧૦૦ ગ્રામ સેવ
૫૦ ગ્રામ તલ, લાલમરચું
મીઠું
હિંગ
હળદર
ગરમ મસાલો
વરિયાળી
આમચૂર તથા દળેલી ખાંડ

રીત: લોટમાં મોણ નાખી મધ્યમ કઠણ લોટ બાંધવો. હવે સેવને મિક્સચરમાં ગ્રાઇન્ડ કરી ભૂકો કરવો. તલને શેકીને અધકચરા ખાંડવા. વરિયાળી પણ જરાક ખાંડી લેવી. હવે તેમાં બાકીનો બધો જ મસાલો નાખવો. મસાલો ચડિયાતો કરવો. હવે લોટમાંથી થોડો લોટ લઈ મોટી રોટલી જેવું વણી ઉપર તૈયાર મસાલો નાખી હાથેથી મસાલાને દબાવી દેવો. પછી તેનો રોલ વાળવો. રોલ ટાઇટ વાળવો આવી રીતે બધા રોલ વાળી પછી તેના નાના નાના પીસ કરી ગરમ તેલમાં ધીમા તાપે તળવા. તળતી વખતે બધા પીસને હલકા દબાવીને તળવા જેથી રોલ જો કદાચ ઢીલો વળાયો હોય તો ટાઈટ થઈ જાય અને મસાલો બહાર ન આવે.

Read Also

Related posts

પેન્શન ધારકો આ રીતે ઑનલાઇન જમા કરી શકે છે જીવન પ્રમાણપત્ર, સરળ સ્ટેપ્સમાં જાણો પ્રોસેસ

Bansari

રેડ બિકીનીમાં ઇશાનો સુપર હૉટ અવતાર, સેક્સી ફોટોઝમાં જુઓ બોલ્ડ લુક

Bansari

તમારા રસોડે આજે બનાવો આલુ બિહારી સબ્જી ચોક્કસ ભાવશે

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!