દિવાળીમાં રહેજો અેલર્ટ, થઈ જશો બિમાર : આ ચીજવસ્તુમાં થઈ રહી છે ભેળસેળ

બજાર મળી રહેલી ઘણી વસ્તુઓમાં ભેળસેળ થતી હોય તેવા અનેક બનાવો અવારનવાર ધ્યાને આવતા રહે છે. દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે મરચુ, આદુ અને જીરા જેવી વસ્તુની ખરીદી કરતી વખતે થોડુ ધ્યાન રાખવુ જોઈએ. આ વસ્તુમાં ભેળસેળ કરવમાં આવી છે કે નહી તેની તપાસ તમે જાતે જ કરી શકો છો. જેથી ભેળસેળ યુક્ત પદાર્થના કારણે બગડતી તબિયતથી તમે બચી શકો છો.

અા રીતે કરો તપાસ

મરીમાં પપૈયાના બીજની મિલાવટ કરવામાં આવે છે. તેને તપાસવા માટે  એક ગ્લાસ પાણીમાં મરી નાખો. જો તે ઓરીજનલ હશે તો ગ્લાસમાં તળીયે બેસી  જશે. જ્યારે પપૈયાના બીજ હશે તે પાણીની ઉપર તરશે. તેવીજ રીતે  મરચાના પાઉડરમાં પણ રંગની ભેળસેળ કરવમાં આવે છે. તેની તપાસ કરવા માટે કાચના એક પારદર્શક ગ્લાસમાં અડધાથી  વધુ પાણી ભરો. હવે પાણીમાં થોડો મરચાનો પાઉડર નાખો. જો મરચાનો પાઉડર પાણીમાં તરે છે તો માની લો તે શુધ્ધ છે તેમાં કોઈ ભેળસેળ કરવામાં નથી આવી પરંતુ તે ગ્લાસમાં તળીયે બેસે છે તો પાઉડરમાં ભેળસેળ કરવામાં આવી છે તેમ માની લેવુ.

આદુની પરખ કરવા માટે આદુના ટુકડાને એક પાણી ભરેલા ગ્લાસમાં નાખો. જો તે શુધ્ધ હશે તો પાણીનો કલર બદલાશે નહી પરંતુ તેની પર પોલિશ કરવામાં આવ્યુ હશે તો તેનો રંગ બદલાઈ જશે. જીરૂ શુધ્ધ છે કે તેમાં ભેળસેળ કરવામાં આવી છે તે તપાસવા માટે થોડા જીરાને હથેળી પર રાખો. બન્ને હાથથી તેને મસળો. જો જીરાનો રંગ બદલાઈ જાય છે તો તે લાકડાની ડસ્ટ હોય શકે છે. જો તેનો રંગ બદલાતો નથી તો જીરૂ શુધ્ધ છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter