GSTV

દિવાળીમાં ભરચક બજારો બન્યાં સૂમસામ, રાતદિવસ ધબકતું અમદાવાદ અચાનક થંભી ગયું- લોકડાઉન-1ના દ્રશ્યો થયા તાજા

દિવાળીના તહેવારો બાદ ફરી એકવાર અમદાવાદ શહેરમાં કોરોનાની લહેર ઊઠી છે. કોરોનાનો વિસ્ફોટ થતાં રાજ્ય સરકારે ફરી એકવાર 57 કલાકનો કરફ્યું લાદવાનો નિર્ણય કર્યો હતો જેનો આજથી અમલ થયો હતો. શનિવારે વહેલી સવારથી જ અમદાવાદ શહેર જાણે એકદમ થંભી ગયું હતું. શહેરના રસ્તાઓ  સૂમસામ ભાસતા હતાં. એટલું જ નહીં શેરીઓ, સોસાયટીઓ, ફ્લેટ પણ સુના જણાયા હતા. આ જોઈ ફરી એકવાર પ્રથમ લોક ડાઉન જેવા દ્રશ્યો સર્જાયા હતા.

શેરીઓ, સોસાયટીઓ, ફ્લેટ પણ સુના જણાયા

શનિવારે વહેલી સવારથી જ અમદાવાદ શહેરમાં પોલીસે કર્ફ્યુનો કડકાઇથી અમલ કર્યો હતો. અમદાવાદ શહેરની તમામ સરહદો સીલ કરી દેવામાં આવી હતી. અમદાવાદ શહેરના મુખ્ય એન્ટ્રી પોઈન્ટ  ઉપર પોલીસ કાફલો ખડકાયો હતો અને બહારથી આવતા તમામ વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. સનથલ સર્કલ, સાણંદ ચોકડી, નરોડા રોડ, વૈષ્ણોદેવી સર્કલ, વડોદરા એક્સપ્રેસ હાઈવે સહિતના એન્ટ્રી માર્ગો ઉપર ઘણા લોકોએ શહેર બહારથી પરત ફરવું પડયું હતું. કેટલા મુસાફરો એન્ટ્રી માર્ગો પર અટવાઇ પડયા હતા.

અમદાવાદ શહેરમાં કોટ વિસ્તાર પણ સજ્જડ બંધ રહ્યો હતો. પોલીસે સતત પેટ્રોલિંગ કર્યું હતું. ઘણા કિસ્સામાં બિનજરૂરી અવરજવર કરતાં લોકોને રોકી જરૂરી કાર્યવાહી પણ કરી હતી. દિવાળીના સમયે ભરચક ગણાતો ત્રણ દરવાજા, લાલ દરવાજા, રિલીફ રોડ સહિતનો વિસ્તાર સૂમસામ ભાસતો હતો. આજ રીતે અમદાવાદ શહેરનું પશ્ચિમ વિસ્તાર પણ સુમસામ થઈ ગયો હતો. બે દિવસ પહેલા જ્યાં હજારો લોકોની અવરજવર હતી ત્યાં આજે ચકલુંય ફરકતું નહોતું તેવી સ્થિતિ સર્જાઇ હતી.

અમદાવાદ શહેરનું પશ્ચિમ વિસ્તાર પણ સુમસામ થઈ ગયો

અમદાવાદ શહેરમાં એસજી હાઈવે, સીજી રોડ, આઇ આઈ એમ રોડ, ગુરૂકુળ સહિતના વિસ્તારમાં લોકો ઘરમાં પુરાયા હતા, જેથી આખો વિસ્તાર સૂમસામ બન્યો હતો. જોકે અમદાવાદ એરપોર્ટ અને કાલુપુર રેલવે સ્ટેશન પર મુસાફરો માટે બસો મૂકવામાં આવી હતી. આમ છતાંય મુસાફરો રઝળી પડયા હતા. મુસાફરોએ એસટી ગીતામંદિરથી છેક પાલડી બસ સ્ટેન્ડ સુધી ચાલીને જવાની ફરજ પડી હતી.આમ, ધબકતું શહેર અમદાવાદ કરફ્યુ ના પ્રથમ દિવસે થંભી ગયું હતું.

READ ALSO

Related posts

24 હજાર અમદાવાદીઓ ઘરમાં કેદ, દર્દીની માવજતના મામલે તંત્ર ઊણું ઊતર્યું: તંત્ર વિરુદ્ધ રોજેરોજ ફરિયાદોનો ઢગલો

pratik shah

Mann Ki Baat: આજે ‘મન કી બાત’માં દેશને સંબોધન કરશે વડાપ્રધાન, કોરોના વેક્સીન અને ખેડૂત આંદોલનના મુદ્દા પર સૌની નજર

Pravin Makwana

નિયમો સામે પબ્લિકનો સામાજીક જુગાડ…!લગ્નમાં સંબંધ સાચવવા 100 લોકોના ચાર પ્રસંગ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!