GSTV
Home » News » 999માં બાઇક અને 9,999 રૂપિયામાં ઘરે લઇ જાઓ કાર, આવી ઑફર ફરી નહી મળે

999માં બાઇક અને 9,999 રૂપિયામાં ઘરે લઇ જાઓ કાર, આવી ઑફર ફરી નહી મળે

ફેસ્ટિવ સીઝન શરૂ થવા જઇ રહી છે. કંપનીઓ આ વખતે પોતાનું વેચાણ વધારવા માટે ગ્રાહકો માટે અનેક આકર્ષક ઓફર્સ લઇને આવી છે. ઑનલાઇન ઑટોમોબાઇલમાં ડીલ કરનારી કંપની ડ્રૂમે પોતાના વાર્ષિક ‘દીવાળી ઑટો મેલા’ની ઘોષણા કરી છે જે 6 સપ્ટેમ્બરથી 8 નવેમ્બર સુધી ચાલશે.

8 અઠવાડિયા ચાલશે સેલ

અગાઉ ગત વર્ષે આ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જે 4 અઠવાડિયા સુધી ચાલ્યો હતો અને તેનું બજેટ 25 કરોડ રૂપિયા હતુ. પરંતુ આ વખતે આ મેળો 8 અઠવાડિયા સુધી ચાલશે અને તેનું બજેટ 50 કરોડ રૂપિયા હશે. આ ઉપરાંત મેળામાં નવા અને જૂના વાહનો, રોડ સાઇડ આસિસ્ટંટ, હેલમેટ, કાર સિપર્સ અને કાર પર્ફ્યૂમ પર સારા ઑફર્સ મળશે. ચાલો જાણીએ આ વખતે શું છે ખાસ…

આકર્ષક ઑફર્સ

●        એક બાઇક/પ્રતિ દિવસ @ 999 રૂપિયા

●        દર અઠવાડિયે એક કાર@ 9,999 રૂપિયા

●        દર મહિને એક લક્ઝરી કાર@ 99,999 રૂપિયા

●        વીમા પ્રિમિયમ પર 15 ટકા સુધી કેશબેક, 75 ટકા સુધી છૂટ

●        RSA – 25 રૂપિયાથી શરૂ

●        એક્સેસરીઝ 9 રૂપિયાથી શરૂ- હેલમેટ, કાર પર્ફ્યૂમ

EMIનો ઓપ્શન

જે ગ્રાહક EMIનો વિકલ્પ સિલેક્ટ કરે છે, તેને પહેલાં 3 મહિના માટે NO EMIની વિશેષ ઑફર મળશે. આ ઉપરાંત એક પ્રોસેસિંગ ફીસનું પેમેન્ટ ડ્રૂમ મીલ્સ લોન અથવા વીમો લેનાર ગ્રાહકોને કરવામાં આવશે એટલે કે ડ્રૂમ મીલ્સને ખરીદવા દરમિયાન તેમના ખાતામાં જમા કરવામાં આવશે. આ અવસરે ડ્રૂમના પ્રેસિડેંટ અને હેડ, માર્કેટપ્લેસ, પુનીત ભાસ્કરે જણાવ્યું કે, તહેવારની સીઝન સાથે, અમે ડ્રૂમમાં ઇચ્છીએ છીએ કે અમારા ગ્રાહક પોતાનુ ખિસ્સુ હળવુ કરવાની ચિંતા કર્યા વિના ઉત્સવના આ સમયનો આનંદ લે. અન્ય સમયની તુલનામા ફેસ્ટિવ સીઝન દરમિયાન 25-30 ટકાની વૃદ્ધિ જોવા મળી.

Read Also

Related posts

ટ્રાફિકના નવા કાયદાનો આ પાર્ટીએ કર્યો વિરોધ, આપી જલદ આંદોલનની ચીમકી

Nilesh Jethva

એએમસીની ઘોર બેદરકારી, પકડેલા ઢોરને દયનીય સ્થિતિમાં રાખવામાં આવે છે

Nilesh Jethva

સૌરાષ્ટ્રમાં તપેલી ખોપડીઓ પર તપેલીઓ રખાઈ, હેલમેટ ન મળતાં સાયકલ લઇ પહોંચ્યા કોર્ટ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!