ગઈકાલે એકતા કપૂરના ઘરે સિતારાઓના મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ટીવી ક્વિને દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં ટીવી જગતના તમામ સ્ટાર્સે ભાગ લીધો હતો. ચાલો તસવીરો જોઈએ.

એકતા કપૂરની દિવાળી પાર્ટીમાં તમામ ટીવી સ્ટાર્સે હાજરી આપી હતી. મોસ્ટ પોપ્યુલર કપલ તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા પણ પાર્ટીમાં ટ્રેડિશનલ લુકમાં લાઇમલાઇટ મેળવતા જોવા મળ્યા હતા.

ટીવીમાંથી હવે બોલિવૂડમાં એન્ટ્રી કરી ચૂકેલી અભિનેત્રી રિદ્ધિ ડોગરા પણ એકતા કપૂરની દિવાળી પાર્ટીમાં સ્ટાઇલિશ અંદાજમાં પહોંચી હતી. રિદ્ધિએ પીકોક ગ્રીન ફ્લોરલ ડ્રેસ પહેર્યો હતો અને તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.

કરિશ્મા તન્ના પોતાના પતિ વરુણ બંગેરા સાથે દિવાળી પાર્ટીમાં પહોંચી હતી. આ દરમિયાન અભિનેત્રી તેના પતિ સાથે સફેદ કપડામાં ટ્વિન કરતી જોવા મળી હતી. કાશીમાએ સિક્વિન્સ સાથે સફેદ ચમકદાર સાડી પહેરી હતી અને તેના પતિએ પણ સિક્વિન્સ કુર્તા પાયજામા પહેર્યા હતા.

કુમકુમ ભાગ્ય ફેમ અભિનેત્રી શ્રૃતિ ઝા પણ એકતા કપૂરની દિવાળી પાર્ટીમાં સ્ટાઇલિશ લુકમાં જોવા મળી હતી. તેણે જાંબલી અને લાલ રંગનો આઉટફિટ પહેર્યો હતો અને તે એકદમ ગ્લેમરસ લાગી રહી હતી.

એક્ટર રોહિત બોઝ પણ પત્ની માનસી જોશી સાથે દિવાળી પાર્ટીમાં પહોંચ્યા હતા. આ દરમિયાન રોહિત બ્લેક સફારી સૂટમાં ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો હતો, જ્યારે તેની પત્ની માનસી પણ સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

શબ્બીર આહલુવાલિયાએ તેની પત્ની અને અભિનેત્રી કાંચી કૌલ સાથે એકતા કપૂરની દિવાળી પાર્ટીમાં હાજરી આપી હતી. આ દરમિયાન કપલ કાળા કપડામાં ટ્વિનિંગ કરતું જોવા મળ્યું હતું.

દિવાળી પાર્ટીમાં અવનીત કૌર પણ ટ્રેડિશનલ લૂકમાં પહોંચી હતી. ટીકુ વેડ્સ શેરુ અભિનેત્રીએ ફૂલ પ્રિન્ટેડ લહેંગા પહેર્યો હતો અને તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.

રોનિત રોય તેની પત્ની નીલમ સાથે પાર્ટીમાં પહોંચ્યા હતા. આ દરમિયાન રોનિત ગ્રે કલરના કુર્તામાં સારો લાગી રહ્યો હતો, જ્યારે તેની પત્ની પણ બ્લેક સાડીમાં સુંદર લાગી રહી હતી.

પાર્ટીમાં ઋત્વિક ધનજાની ગ્રે લુકમાં પહોંચ્યો હતો. ગ્રે કલરના કુર્તા સેટમાં તે એકદમ ક્લાસી લાગતો હતો.

પાર્ટીમાં દિવ્યાંકા ત્રિપાઠી સિલ્વર એમ્બ્રોઇડરી સાથે પર્પલ શરારા પહેરીને પહોંચી હતી. જ્યારે તેના પતિ વિવેક દહિયાએ વાદળી રંગના કુર્તા સાથે સફેદ પાયજામા પહેર્યો હતો. આ કપલ ખૂબ જ સુંદર લાગી રહ્યું હતું.

કુંડળી ભાગ્ય ફેમ એક્ટર ધીરજ ધૂપર તેની પત્ની વિન્ની અરોરા સાથે પાર્ટીમાં પહોંચ્યા હતા. આ દરમિયાન ધીરજે બ્લેક વેલ્વેટ કુર્તો પહેર્યો હતો. તેની પત્ની રાની રંગીન સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

શેફાલી શાહે પણ પતિ સાથે એકતા કપૂરની પાર્ટીમાં હાજરી આપી હતી. આ દરમિયાન પતિ-પત્ની ટ્રેડિશનલ લુકમાં જોવા મળ્યા હતા.

ટીવીની નાગિન મૌની રોયે પણ એકતા કપૂરની દિવાળી પાર્ટીમાં હાજરી આપી હતી. મૌનીએ સફેદ આઉટફિટ પહેર્યો હતો અને તે એકદમ ક્લાસી લાગી રહી હતી. તેણીએ માંગ ટીક્કા અને ગળાનો હાર સાથે તેનો લુક કમ્પલીટ કર્યો હતો.
GSTV NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો
https://chat.whatsapp.com/K2PGXCtwT948Im49fwbfsd
GSTVની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો:
https://play.google.com/store/apps/details?id=com.tops.gstvapps&hl=en&gl=US&pli=1
READ ALSO
- શું વસુંધરા રાજેએ રાજસ્થાનમાં સર્જી સમસ્યા? ધારાસભ્ય પક્ષની બેઠક રહીં મુલતવી
- BREAKING : છત્તીસગઢમાં વિષ્ણુદેવને મુખ્યમંત્રી બનાવ્યા બાદ બે ડેપ્યુટી CMના નામની ચર્ચા
- ભારતીય સેના AI સંચાલિત શસ્ત્રોનો કરશે ઉપયોગ, સરહદ નજીક લડાઈમાં દુશ્મનનો કરશે નાશ
- અંકલેશ્વર / હાંસોટ-કોસંબા રોડ કાર નહેરમાં ખાબકી, કારમાં સવાર હતા પતિ-પત્ની
- સરપંચથી લઈને સીએમ સુધીની સફર: વિષ્ણુદેવ સાયને મળી છત્તીસગઢના નવા કેપ્ટન, જાણો તેમની રાજકીય જીવન વિશે…