GSTV
Diwali festival 2019 Life Religion Trending

Diwali 2019- દિવાળી પહેલાં ઘરે લઈ આવો કોડી, શ્રીયંત્ર સહિત આ 7 ચીજો, ક્યારેય નહિ થાય ધનની કમી

હિન્દુ ધર્મમાં દિવાળીનો તહેવાર ખૂબ જ મહત્વપૂર્ણ પર્વ છે. આ તહેવાર 5 દિવસ સુધી ચાલે છે. જેની શરૂઆત ધનતેરસથી થાય છે અને ભાઈ બીજ સાથે સમાપ્ત થાય છે. દિવાળીના દિવસે દેવી લક્ષ્મી અને ગણેશની પૂજા કરવાની પ્રથા છે. આ દિવસે તેઓ ઘરે કંઈક ખાસ લાવે છે. જેથી મા લક્ષ્મીની કૃપા હંમેશા તમારી સાથે રહે. તંત્રશાસ્ત્ર મુજબ દિવાળી પહેલાં અમુક એવી વસ્તુઓ છે જેને જરૂર લાવવી જોઈએ, તેનાંથી ધન સંબંધી સમસ્યાઓ હંમેશા માટે પુરી થઈ જાય છે. તો ચાલો જાણીએ દિવાળી પહેલાં શેની ખરીદી શુભ માનવામાં આવે છે.

આંકડાનાં મૂળ

આ ફૂલ લક્ષ્મી સાથે સંબંધિત છે. એટલા માટે દિવાળી પહેલાં કોઈ પણ શુક્રવારનાં દિવસે વિધિ-વિધાનની સાથે સફેદ આંકડાનાં મૂળની પુજા કરો અને ત્યારબાદ તેને તિજોરીમાં રાખી દો.

કમળ કાકડી

કમળ કાકડી મુખ્ય રૂપે કમળનાં બીજમાંથી બને છે. એટલા માટે તેમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. કમળકાકડીની બનેલી માળાને માતા લક્ષ્મીનાં ફોટાને વિધિ-વિધાનની સાથે પહેરાવો. તેનાંથી તમારા ઘરમાં ક્યારેય પણ ધનની કમી નહી આવે.

ગોમતી ચક્ર

ઘર, ઓફિસ અથવા દુકાનની આર્થિક સ્થિતિ સુધારવા માટે, દિવાળી પહેલાં એક નાનું પીળું કાપડ અને 11 ગોમતી ચક્ર લો. તે પીળા કપડાને મંદિરમાં માતા લક્ષ્મીની સામે મૂકો અને તેની ઉપર એક એક ગોમતી ચક્ર મંત્રનો જાપ કરતી વખતે રાખો. પીળા કપડા પર ગોમતી ચક્ર નાખો અને મંત્ર બોલો – ‘ ઓમ નારાયણાય નમ:’. એ જ રીતે, બાકીના ગોમતી ચક્રને રાખો. હવે, ધૂપ-દીપ સાથે ભગવાન વિષ્ણુ, દેવી લક્ષ્મી અને ગોમતી ચક્રની પૂજા કરો. પૂજા પછી તે ગોમતી ચક્રો ત્યાં જ રહેવા દો અને બીજા જ દિવસે, તેમાંના 5  ગોમતી ચક્રોને તમારા ઘરની તિજોરીમાં અને 5 ગોમતી ચક્ર તમારી દુકાન અથવા ઓફિસની તિજોરીમાં અને છેલ્લાં બચેલાં ગોમતી ચક્રને તે પીળા કપડામાં બાંધીને મંદિરમાં રાખી દો. એવું કરવાથી દરેક રીતે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે.

હત્થાજોડી

હત્થાજોડીને મંગળવાર અથવા તો શનિવારનાં દિવસે ઘરે લઈને આવો અને તેને લાલ રંગનાં કપડામાં બાંધીને તિજોરી અથવા તો કબાટમાં રાખી દો.

શ્રીયંત્ર

જો તમે માતા લક્ષ્મીની કૃપાદ્રષ્ટિ મેળવવા માંગો છો તો ઘરમાં શ્રીયંત્રની સ્થાપના કરોય આ યંત્રમાં માતા લક્ષ્મી સિવાય 33 અન્ય દેવી-દેવતીઓના ફોટા હોય છે. જે તમારું ભાગ્ય બદલી શકે છે.

મોતી શંખ

શાસ્ત્રો મુજબ માનવામાં આવે છેકે, ઘરમાં મોતી શંખ હોય તો પૈસા ટકવા લાગે છે. જેનાંથી આવક તેજીથી વધવા લાગે છે. એટલા માટે શંખને વિધિ-વિધાનથી પૂજા કર્યા બાદ તમારી તિજોરીમાં રાખો.

કોડી

ધર્મ ગ્રંથો મુજબ માતા લક્ષ્મી સમુદ્રમાંથી ઉત્પન્ન થયા હતા. તે જ પ્રકારે કોડી પણ સમુદ્રમાંથી નીકળે છે. આ કારણે જ કોડી ધનને પોતાની તરફ આકર્ષિત કરે છે. એટલા માટે ધનની સાથે કોડીને જરૂર રાખો.

READ ALSO

Related posts

તહેવાર ફેરવાયો માતમમાં/ અમદાવાદમાં મટકીફોડના કાર્યક્રમમાં દુર્ઘટના, યુવક નીચે પટકાતા મોત

Bansari Gohel

બોલિવુડ/ લાંબી બ્રેક બાદ કરણ જોહરની ફિલ્મ રૂપેરી પડદે રીલીઝ થવા તૈયાર, આ ફિલ્મમાં જોવા મળશે આલિયા- રણવીરની કેમેસ્ટ્રી

Binas Saiyed

વીડિયો/ ખરાબ અંગ્રેજીના કારણે ટ્રોલ થયો બાબર આઝમ, ફેન્સ બોલ્યા-આના કરતા સારો તો સરફરાઝ હતો

Damini Patel
GSTV