ટેલિવિઝનનો લોકપ્રિય શો ‘યે હે મોહબ્બતેં’ના ચાહકોને એ વાત જાણીને કદાચ આધાત લાગશે કે હવે તેમની ફેવરિટ સ્ટાર દિવ્યાંકા ત્રિપાઠી આ શોમાં જોવા નહી મળે. શું હવે દિવ્યાંકા આ શોને અલવિદા કહી દેશે? સૂત્રોએ જણાવ્યા અનુસાર આ શોનો લોકપ્રિય ચહેરો શોને છોડી દેશે.
કહેવામાં આવી રહ્યું છે કે એક્તા કપૂર ઘણા લાંબા સમયથી ઓન એર થઇ રેહલા આ શો માટે એક નવો ચહેરો શોધી રહી છે, તેથી હવે યે હે મોહબ્બતેમાં ઇશિતા ભલ્લાની ભૂમિકા ટૂંક સમયમાં પૂરી કરવી પડશે. કહેવામાં આવી રહ્યું છે કે પોતાની પુત્રી પીહૂને અપહરણકર્તાઓથી બચાવતી વખતે ઇશિતા ગંભીર રીતે ઘાયલ થઇ જાય છે, જેના કારણે તેનું મોત નિપજશે.
દિવ્યાંકાએ પણ આ શો છોડવાના સંકેતો આપી દીધાં છે. દિવ્યાંકાએ એક નિવેદનમાં કહ્યું હતું કે દર્શકો તેનું મોત થતાં જોશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ઇશિતાના મોત બાદ એક બ્રેક લઇને દિવ્યાંકા એક નવા અંદાજમાં આ શોમાં પરત પરશે.