દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેત દહિયાના લગ્નને એક વર્ષ પૂર્ણ થયું છે. તેઓ આ એક વર્ષની ઉજવણી યૂરોપમાં કરી રહ્યા છે. જોકે યૂરોપમાં ફરતા ફરતા તેણે એક સરસ મજાનો મેસેજ તેના પતિ વિવેક માટે શેર કર્યો હતો. દિવ્યાંકાએ ઇન્સ્ટાગ્રામ ઉપર તેની અને વિવેકની તસવીર શેર કરીને લખ્યું હતું કે આપણા સાથની પ્રથમ વર્ષગાંઠની શુભેચ્છા. હું જ્યારથી તારી સાથે છું ત્યારથી મારી જિંદગીના પરિમાણો બદલાઈ ચૂક્યા છે.
ઉલ્લેખનીય છેકે દિવ્યાંકા અને વિવેકની મુલાકાત યે હૈ મુહાબ્બતેના સેટ પર થઈ હતી. ત્યાર બાદ તેમની મુલાકાતો વધતી ગઈ અને આ સંબંધ પ્રેમમાં અને ત્યાર બાદ લગ્નમાં પરિણમ્યો હતો.
ગત વર્ષે 16 જાન્યુઆરી 2016ના રોજ આ જોડીએ સગાઈ કરી હતી અને 8 જુલાઈ 2016માં ભોપાલમાં આ કપલે ભવ્ય રીતે લગ્ન કર્યા હતા.