ટીવીની ટોપ એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠી પોતાના શો ‘યે હે મહોબ્બતે’થી તો દર્શકોનું દિલ જ જીતી રહી છે સાથે જ પોતાના ઇન્સ્ટા વીડિયોથી પણ પોતાના ફેન્સનું દિલ જીતી રહી છે. ફેન્સ સાથે ક્યારેક એલિયન ડાંસ તો ક્યારેક ડ્બ્સ્મેશ વીડિયો શેર કરતી દિવ્યાંકાએ હાલમાં જ એક પ્રેંક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં દિવ્યાંકાને પતિ વિવેકની એક આદતથી પરેશાન થતું જોઈ શકાય છે.
સોશિયલ નેટવર્ક સાઈટ પર શેર કરવામાં આવેલા આ વીડિયોમાં દિવ્યાંકાને પતિ વિવેક સાથે બેડરૂમમાં ટીવી જોતા જોઈ શકાય છે પરંતુ વિવેક પોતાના ફોનમાં એટલા વ્યસ્ત છે કે દિવ્યાંકાને તેને ખવડાવું પડે છે. આમ કરતા દિવ્યાંકા બોર થઇ જાય છે અને વિવેકને ખવડાવતા ખવડાવતા પટેટો ફિંગરની જગ્યા પર એક તીખું મરચું વચ્ચે ખવડાવી દે છે. પોતાનામાં જ મસ્ત વિવેકને જયારે મરચાનો સ્વાદ મહેસુસ થાય છે ત્યારે તેની હાલત ખરાબ થઇ જાય છે.
દિવ્યાંકાએ આ વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, ‘મેરે વ્યસ્ત પતિ અપના મોબાઈલ નહીં છોડ રહે. એ પ્રેંક ઉન્હેં સબક સિખાને કે લિયે.#CouplePrankChallenge’
દેશભરમાં દિવ્યાંકાની સારી એવી ફેન ફોલોવિંગ છે. ઇન્સ્ટા પર સૌથી વધુ ફોલો કરવામાં આવતી ટીવી એક્ટ્રેસ દિવ્યાંકાના આ વીડિયોને પણ લાખો લોકો દ્વારા જોઈ લેવામાં આવ્યો છે. પાછલાં 20 કલાકમાં આ વીડિયોને 9 લાખ 20 હાજરથી પણ વધુ વખત દર્શકો દ્વારા જોઈ લેવામાં આવ્યો છે.