GSTV
Television Trending

શું બેટી બચાવો, બેટી બચાવો.. હું નથી ઇચ્છતી કે મને દીકરી જન્મે : દિવ્યંકા ત્રિપાઠી

11 વર્ષની બાળકીની સાથે ચંદીગઢમાં થયેલા દુષ્કર્મની ઘટનાથી ટીવી એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠી એટલી ડરી ગઇ કે તેને દિકરીઓની સુરક્ષાની અપીલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી છે.

દિવ્યાંકા ત્રિપાઠીએ પોતાના ટ્વીટ્સ મદદથી દેશમાં ‘બેટી બચાવો’ની જગ્યાએ ‘બેટીઓ કો બચાવો’ની વાત કહી છે. દિવ્યાંકાએ PM મોદીને એડ્રેસ કરતા કહ્યુ કે, ‘સ્વચ્છ ભારત અભિયાન’ની હેછળ દેશમાંથી ‘બળાત્કારી રૂપી કચરા’ને દૂર કરવાની માંગ કરી છે. ટીવીના શો ‘યે હૈ મોહબ્બતે’માં ઇશી માંનું કેરેક્ટર પ્લે કરી રહેલી દિવ્યાંકા હવે માતા બનવા માટે પણ ડરી રહી છે.

તમને જણાવી દઇએ કે, 8માં ધોરણામાં ભણતી વિદ્યાર્થિની તેની શાળામાં આયોજિત સ્વતંત્રતા દિવસની ઉજવણીના કાર્યક્રમમાંથી પાછી ફરી રહી હતી. ત્યારે ચંદીગઢના સેક્ટર-23 ખાતે આવેલા ચિલ્ડ્રન ટ્રાફિક પાર્કમાં આવેલા નાળાની નજીક બાળકીની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતુ. આ ઘટના બાદ દિવ્યાંકા ત્રિપાઠીએ કેટલાક ટ્વીટ કરીને પોતાનો ગુસ્સો વ્યકત કર્યો હતો.

Related posts

ઉનાળામાં તમને પણ હૃદયમાં બળતરા અને ખાટા ઓડકારની સમસ્યા છે તો આ રીતોથી સમસ્યા કરો દૂર

Hina Vaja

Crime News/ સુહાગરાતના દિવસે કન્યાએ આપ્યું માસિક ધર્મનું બહાનું, પતિને રાહ જોવડાવી કર્યો મોટો કાંડ

Siddhi Sheth

પ્લાસ્ટિકની બોટલનું નહીં પણ માટીના વાસણનું પાણી પીવો, તમને એક પછી એક ઘણા જબરદસ્ત ફાયદા થશે

Hina Vaja
GSTV