ટેલિવિઝનની ફેમસ એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠીના પતિ વિવેક દહિયાનો ટ્રાન્સફોર્મેશન લુક આજકાલ છવાયેલો છે. વિવેકે તાજેતરમાં જ પોતાની ફિટ બૉડીની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ ફોટોને જોઇને ઇમ્પ્રેસ થયેલી એક ફેને વિવેક સાથે એક દિવસ માટે લગ્ન કરવાની પરવાનગી દિવ્યાંકા પાસે માંગી. તે પછી દિવ્યાંકાનું જે રિએક્શન હતું તે ગજબ હતું.
દિવ્યાંકાએ આ ફેનને જવાબમાં લખ્યું ‘થપ્પડ પડેગા’. તે પછી દિવ્યાંકાએ મજાકમાં લખ્યું, ‘નો ટચિંગ નો ટચિંગ,ઑન્લી સિઇંગ ઓન્લી સિઇંગ’
દિવ્યાંકાના આ જવાબથી તે તો સ્પષ્ટ છે કે દિવ્યાંકા પોતાના પતિને કેટલો પ્રેમ કરે છે અને તેના માટે ખૂબ જ પઝેસિવ પણ છે. દિવ્યાંકા સાથે યે હે મહોબ્બતેમાં જોવા મળેલો વિવેક હાલ સ્ટાર પ્લસના શૉ કયામત કી રાતમાં જોવા મળી રહ્યો છે. આ હૉરર શૉમાં વિવેક સાથે કરિશ્મા તન્ના લીડ રોલમાં છે. તેવામાં યે હે મહોબ્બતેમાં દિવ્યાંકા દાદી બની ચુકી છે અને પોતાના અભિનય દ્વારા પોતાના ફેન્સને ખુશ કરી રહી છે.