ટીવી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠીને પોતાના દમદાર અભિનયની સાથે-સાથે ક્યૂટ સ્માઇલ માટે પણ ઓળખવામાં આવે છે. દિવ્યાંકા ત્રિપાઠી અત્યારે સ્વિત્ઝરલેન્ડમાં પતિ વિવેક દહિયાની સાથે રજાઓ મનાવી રહી છે.
દિવ્યાંકા ત્રિપાઠીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાના પતિ વિવેકની સાથે ઘણી તસ્વીરો શેર કરી છે. આ તસ્વીરોમાં બંનેની જોડી ખૂબ જ સારી દેખાઇ રહી છે.
આ તસ્વીરમાં દિવ્યાંકા બરફ પર સૂતી નજરે પડી રહી છે. દિવ્યાંકાની આ તસ્વીરને અત્યાર સુધી ચાર લાખથી પણ વધુ લાઇક મળી છે.
આ તસ્વીરને શેર કરીને દિવ્યાંકાએ કેપ્શનમાં કપલ વર્કઆઉટ લખ્યું છે. બંને સવારે-સવારે મૉર્નિગ વૉક પર નિકળ્યા છે.
દિવ્યાંકાની રમૂજી સ્માઇલ દરેકનુ દિલ જીતી લે છે. દિવ્યાંકાએ પોતાના પ્રશંસકોને નવા વર્ષની શુભેચ્છા પણ આપી છે.
દિવ્યાંકાના ચાહકોની એક લાંબી યાદી છે, તેથી દિવ્યાંકા જે કંઈ પણ પોસ્ટ કરે છે તે ઝડપથી વાયરલ થઇ જાય છે.
દિવ્યાંકાની આ તસ્વીરોમાં તેણી ખૂબ જ સુંદર દેખાઇ રહી છે. બંને પતિ-પત્ની બરફની વાદિયોમાં રોમેન્ટિક સમય માણતા દેખાઇ રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે ઈન્સ્ટાગ્રામ પર દિવ્યાંકા ત્રિપાઠીના 9.5 કરોડ ફૉલોવર્સ છે, જે તેમને ખૂબ પ્રેમ કરે છે.
હાલમાં દિવ્યાંકા ત્રિપાઠીએ પોતાનો 34મો જન્મદિવસ મનાવ્યો હતો. તેમણે આ જન્મદિવસ પોતાની સીરિયલ ‘યે હૈ મહોબ્બતે’ના સેટ પર કેક કાપીને મનાવ્યો.
દિવ્યાંકા ત્રિપાઠીએ પોતાની ઘણી સારી સેલ્ફી શેર કરી છે, જે તેમના પ્રશંસકોને ઘણી પસંદ આવી રહી છે. દિવ્યાંકા ત્રિપાઠી પતિ સાથે પહાડો પર મજા માણી રહી છે.
દિવ્યાંકા ત્રિપાઠી અત્યારે ટીવી શો ‘યે હૈ મહોબ્બતે’માં ઈશિતા ભલ્લાનુ પાત્ર ભજવી રહી છે. આ ટીવી શો ઘણા વર્ષથી ટૉપ પર ચાલી રહ્યો છે.
READ ALSO
- લગ્ન પહેલાના ફંક્શનના ફોટોએ ફેન્સને કર્યા ઈમોશનલ, અથિયા ઉપરથી કોઈની નહીં હટે નજરઃ જોઈ લો લગ્ન પહેલાના ભાવુક ફોટાઓ
- કેએલ રાહુલ પછી આ ક્રિકેટરે લગ્ન કર્યા, ડાયટિશિયન પત્ની મેહા છે ખૂબ જ સુંદર
- ‘સ્વચ્છ-હરિત ઉર્જા કુશળ ગુજરાત, અયોધ્યાનો ‘દીપોત્સવ’, પ્રજાસત્તાક દિવસની ઉજવણીની સુંદર તસવીરો
- PHOTOS/ 26 જાન્યુઆરીએ થયો મહાકાલનો ખાસ શૃંગાર, શિવલિંગ પર દેખાયું તિરંગાનુ ભવ્ય સ્વરૂપ
- KL Rahul Athiya Shetty/ કેએલ રાહુલ અને આથિયા શેઠ્ઠીના અભ્યાસ અને પરિવાર વિશે જાણો