ટેલિવૂડની જાણીતી ઇશિમા એટલે કે દિવ્યાંકા ત્રિપાઠી સાથે એવી ઘટના બની હતી કે તે જેટ એરવેઝ પર ગુસ્સે ભરાઈ હતી અને તેણે એક પછી એખ ટ્વિટ કરીને જેટ એરવેઝ તરફ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો.
વાસ્તવમાં દિવ્યાંકા ત્રિપાઠી કોલકાતાથી મુંબઈ તેના પતિ વિવેદ દહિયા સાથે આવી રહી હતી અને કોલકાત્તાથી તેનો સામાન પણ મુંબઈ લાવવાનો હતો જેની તમામ પ્રક્રિયા દિવ્યાંકાએ પૂર્ણ કરી હતી. પરંતુ તે જ્યારે તેઓ મુંબઈ પહોંચ્યા ત્યારે તેમને ખબર પડી કે તેમનો સામાન તો કોલકાત્તાથી મુંબઈ આવ્યો જ નથી. આ ઘટનાથી દિવ્યાંકા ખૂબ ગુસ્સે થઈ ગઈ હતી.
ઘટન બાદ દિવ્યાંકાએ એક પછી એક ટ્વિટ કરીને પોતાનો બળાપો વ્યક્ત કર્યો હતો. દિવ્યાંકાએ ટ્વિટ કર્યું હતું કે બેદરકારીની હદ થઈ ગઈ છે. તમે અમારો લગેજ કોલકાતામાં જ રાખ્યો અને આ બાબતની જાણકારી આપી ત્યારે તેમે માફી માંગવાની તસ્દી પણ નથી લીધી.
We got to know only after WE approached them after waiting for half hour like fools. No respect for passengers’ time @JetAirways.
— Divyanka T Dahiya (@Divyanka_T) October 1, 2017
તેણે બીજું ટ્વિટ કર્યું હતું કે અમે એરપોર્ટ પર અડધો કલાક સુધી મૂરખાની જેમ ઉભા રહ્યા તમને પેસેન્જરના સમયની કોઈ કિંમત જ નથી.
I wish this was done irrespective of passenger’s social status. Must respect time. We all have a life far more important post deboarding. https://t.co/8Cz2hMzVwZ
— Divyanka T Dahiya (@Divyanka_T) October 1, 2017
જોકે દિવ્યાંકાએ કરેલા ટ્વિટ બાદ જેટ એરવેઝે ટ્વિટ કર્યું હતું કે અમે અમારા સ્ટાફને આ સૂચના આપી દીધી છે અમે તમારા સંપર્કમાં રહીશું.