ફેમસ ટીવી એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠી સાબિત કરી ચુકી છે કે તે જ ટીવી ઈંડસ્ટ્રીની હાલની ક્વીન છે. દિવ્યાંકાના ઈંસ્ટા પર 70 લાખથી પણ વધારે ફેન ફોલોઈંગ છે પરંતુ ફેશન સ્ટેટમેંટના મામલામાં આ એક્ટ્રેસ બાકીની એક્ટ્રેસ કરતા પાછળ છે. દિવ્યાંકાના હાલના અપીરિયંસે ચોક્કસ તેના ફેન્સને પણ નિરશ કરી દીધા હશે.
દિવ્યાંકા એક ઇવેન્ટ પર એવું આઉટફિટ પહેરીને પહોંચી કે જેને જોઈને એવું લાગવા લાગ્યું કે કોઈ એ પોતાની ડોલને સજઈ હોય. દિવ્યાંકા ઓફ વાઈટ રંગના ડ્રેસમાં પતિ વિવેક દહિયા સાથે જોવા મળી. દિવ્યાંકાએ ટર્ટલ નેક સ્ટાઇલનું વન પીસ પહેર્યું હતું જેના હેમલાઈન અને સ્લીવ પર ગુલાબી રંગની ફ્રિલ સજાવામાં આવી હતી. ફક્ત ડ્રેસ જ નહિ પરંતુ તે સાથે દિવ્યાંકાની હેર સ્ટાઈલ પણ અજીબો ગરીબ હતી. મેસી બ્રેડ હેરસ્ટાઇલ સાથે રેક્ટેગલ્લર ગ્લાસિસનું કમ્બિનેશન ખરેખર ફેશન બ્લોન્ડરનું ઉદાહરણ છે
આટલું જ નહીં દિવ્યાંકાની આ સ્ટાઈલ સાથે ફૂટવેરની ચોઈસ પણ ખૂબ નિરાશ કરે તેવી હતી. પોઈતેડ, સ્ટિડીડ, સ્ટ્રેપી પંપ શૂઝને કોણ આ રીતે ડ્રેસ સાથે મેચ કરે?
દિવ્યાંકા હવે આવા લુક્સ અપનાવવાથી બચે ને પોતાના જુના ઇન્ડો-વેસ્ટર્ન આઉટફીટ સ્ટાઈલમાં પછી આવી જાય.