GSTV

આ છે 40 વર્ષથી નાની ઉંમરનો સૌથી ધનાઢ્ય ભારતીય, નેટવર્થ જાણશો તો આંખો પહોળી થઇ જશે

ધનાઢ્ય

Last Updated on October 14, 2021 by Bansari

દરેક વ્યક્તિનું સપનું અમીર બનવાનું હોય છે. પૈસા કમાવવા માટે વ્યક્તિ જીવનભર મહેનત કરે છે. કેટલાક લોકો નાની ઉંમરે ઘણી પ્રગતિ કરે છે. એ જ રીતે, મીડિયા.નેટના દિવ્યાંક તુરાખીયા 40 વર્ષથી ઓછી ઉંમરના સૌથી ધનિક ભારતીય બન્યા છે. તેમની કુલ નેટવર્થ 12500 કરોડ છે. આ વાત ‘IIFL વેલ્થ-હુરુન ઇન્ડિયા 40 એન્ડ અન્ડર સેલ્ફ-મેડ રિચ લિસ્ટ 2021’ માં સામે આવી છે. આ યાદીમાં 45 લોકોનો સમાવેશ થાય છે જેમની નેટવર્થ 1000 કરોડથી વધુ છે.

આ આઈઆઈએફએલ લિસ્ટ મુજબ, બંને બ્રાઉઝરસ્ટેકના કો-ફાઉન્ડર નકુલ અગ્રવાલ (38) અને રિતેશ અરોરા (37) 12,400 કરોડની નેટવર્થ સાથે બીજા નંબરે છે. આ વર્ષે આ લિસ્ટમાં 31 નવા બિઝનેસમેન સામેલ છે.

ધનાઢ્ય

કોણ છે દિવ્યંક તુરાખીયા

દિવ્યાંક તુરખીયા દેશના સૌથી યુવાન અને પ્રતિભાશાળી ઉદ્યોગપતિ છે. દિવ્યાંકે એક IT ફર્મ તરીકે Media.Net ની સ્થાપના કરી હતી. બાદમાં 2016 માં, તેણે કંપનીને એક ચીની કોન્સોર્ટિયમને 900 મિલિયન ડોલરમાં વેચી દીધી. તે સમયે આ ત્રીજી સૌથી મોટી આઇટી ડીલ હતી.

આ લોકો પણ આ લિસ્ટમાં સામેલ

આ લિસ્ટમાં પાલો અલ્ટોની કોન્ફ્લુએન્ટની નેહા નારખેડે અને પરિવાર 12,200 કરોડની નેટવર્થ સાથે ચોથા નંબરે છે. ઓલાના ભાવિશ અગ્રવાલ પણ આ લિસ્ટમાં છે. તેમની નેટવર્થ આ વર્ષે 15 સપ્ટેમ્બર સુધીમાં બમણાથી વધીને 7,500 કરોડ રૂપિયા થઈ ગઈ છે, તેઓ આ લિસ્ટમાં નવમા સ્થાને છે. આ સિવાય ફ્લિપકાર્ટના સહ-સ્થાપક સચિન બંસલ અને બિન્ની બંસલ લિસ્ટમાં અગ્રવાલથી ઉપર છે.

ધનાઢ્ય

45 માંથી 42 લોકો બેંગ્લોરના

બેંગ્લોરને ભારતની સિલિકોન વેલી કહેવામાં આવે છે. લિસ્ટમાં સમાવિષ્ટ 45 નામોમાંથી 42 નામ અહીંથી છે. વિવિધ સેવાઓની વાત કરીએ તો આ લિસ્ટમાં સોફ્ટવેર અને સર્વિસ સેક્ટરનો સૌથી વધુ ફાળો આપે છે. તે પછી ટ્રાન્સપોર્ટ લોજિસ્ટિક્સ, એન્ટરટેન્મેન્ટ અને ફાઇનાન્શિયલ સર્વિસનો નંબર આવે છે.

Read Also

Related posts

ભારે કરી ! તહેવારોની સીઝનમાં મુસાફરી કરવી પડશે મોંઘી, આ દિવસોમા બંધ રહેશે રેલ્વેની ટિકિટ બુકિંગ સહિતની આ સુવિધાઓ

Zainul Ansari

Foreign Exchange Reserves : દેશના ફોરેન એક્સચેન્જ રિઝર્વમાં થયો વધારો, 641 અરબ ડોલરે પહોચ્યો આંકડો

Vishvesh Dave

તહેવારોની સીઝનમાં કેન્દ્રીય કર્મચારીઓને બેવડો ફાયદો, આ લોકોને મળશે સ્પેશિયલ ઇન્ક્રીમેન્ટ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!