GSTV

લોકો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવી કંપની સંચાલકો ઓફિસને તાળા મારી ફરાર

વલસાડ જિલ્લામાં ફરી એક વખત કરોડો રૂપિયાનું કૌભાંડ બહાર આવ્યું છે. આ વખતે દિવ્યજ્યોત એગ્રી ઈન્ડિયા પ્રોજેક્ટ નામની એક કંપનીએ લોકો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવી ઓફિસને તાળા મારી ફરાર થઈ ગયા છે. જો કે વલસાડ રૂરલ પોલીસ દ્વારા 8 આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. લોકોને લોભામણી લાલચો આપી લલચાવી વિવિધ સ્કીમોમાં ખૂબ જ ટૂંકા ગાળામાં બમણું અને ચાર ગણું વળતર આપવાની જાહેરાત કરી હતી.

લોકોએ કંપનીમાં કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હતું

જેથી અસંખ્ય લોકોએ કંપનીમાં કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હતું. જોકે મોટી રકમ જમા થતાં જ કંપની સંચાલકો ઓફિસને તાળા મારી ફરાર થઈ જતાં મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. છેતરપિંડીનો આંકડો કરોડો રૂપિયાને પાર કરે તેવી શક્યતા છે. વલસાડ રૂરલ પોલીસે સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

READ ALSO

Related posts

લોકડાઉનમાં પોલીસ સાથે રમત રમવી યુવકને પડી ભારે, પોલીસના લોગો વાળું ટી શર્ટ પણ આવ્યું કામ

Nilesh Jethva

ભરૂચ નગરપાલિકાના કર્મચારીઓએ લોકડાઉનના ઉડાડ્યા લીરેલીરા, પોલીસે કરી કાર્યવાહી

Nilesh Jethva

Lockdown તોડીને બહાર નિકળ્યા તો કોઈ નાની મોટી સજા નહીં થશે આટલા વર્ષોની જેલ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!