GSTV
ANDAR NI VAT India News

અશોક ગેહલોતને ટાર્ગેટ કરવાની દિવ્યા મદેરણાની યોજના ઉપર પાણી ફરી વળ્યું

રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગહેલોતના સખત વિરોધી દિવ્યા મદેરણાની ચાલ ઉંધી પડી ગઈ છે. દિવ્યા મદેરણાએ વિરંગનાઓના મુદ્દે ગેહલોતના નજીકના મંત્રી શાંતિ ધારીવાલે નિશાના ઉપર લઈ લીધા છે. આ બાબતે રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે દિવ્યા દિવ્યા મદેરણાના નિવેદનો પાર્ટી આલાકમાન જોઈ રહ્યા હતા. પીસીસી ચીફ ગોવિંદસિંહ ડોટાસરાએ સંકેત આપ્યા હતા કે કોણ શું બોલી રહ્યું છે. સારી વાત નોંધમાં લેવાતી હતી. દિવ્યા મદરણાનું વધુ પડતું બોલવાનું તેના ઉપર જ ભારી પડ્યું છે.

જોકે મુખ્યમંત્રી અશોક ગેહલોતે ક્યારે સામે આવીને દિવ્યા મદેરણાના નિવેદનોનો વિરોધ કર્યો નથી. પરંતુ ગહેલોતને ઓળખનાર અને સમજનાર તે બરાબર જાણે છે કે ગહેલોતનો જમણો હાથ શું કરે છે તે ડાબા હાથને ખબર પડતી નથી. આમ દિવ્યા અશોક ગેહલોતને અથવા તો અન્ય કોઈ નેતા ઉપર શાબ્દિક પ્રયોગ કરે તે પહેલા તેમના ઉપર જ અન્ય નેતાઓએ શાબ્દિક હુમલો કર્યો છે. આમ દિવ્યા પોતાની ચાલમાં ફસાઈ ગઈ છે.

READ ALSO

Related posts

પાકિસ્તાન પર ચીનનું લગભગ 1.5 બિલિયન ડૉલરનું દેવું, ચીન આપી ખુલ્લી ધમકી

Nelson Parmar

વિકસિત ભારત માટે Vision 2047 લગભગ તૈયાર, પીએમ મોદી જાન્યુઆરીમાં કરશે લોન્ચ

Nakulsinh Gohil

મહારાષ્ટ્ર: કસારામાં રેલ્વે લાઇન પર માલગાડીના 2 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા

Hardik Hingu
GSTV