GSTV
Home » News » પતિ સાથે લગ્ન બાદ પત્ની ગઈ કોર્ટમાં, કહ્યું મેં કોઈ લગ્ન કર્યા નથી : સુપ્રીમે અાપ્યો જબડાતોડ જવાબ

પતિ સાથે લગ્ન બાદ પત્ની ગઈ કોર્ટમાં, કહ્યું મેં કોઈ લગ્ન કર્યા નથી : સુપ્રીમે અાપ્યો જબડાતોડ જવાબ

સુપ્રીમ કોર્ટે અેક મોટો ચૂકાદો અાપ્યો છે. જેમાં પતિ અને પત્ની વચ્ચે બહેતર સંબંધો ન હોય ત્યારબાદ ફરી લગ્ન કરવા માટા કાયદાકીય પ્રક્રિયા અેટલી લંબાતી હતી કે, લોકોની બીજા લગ્ન કરવાની ઉંમર નીકળી જતી હતી. અાખરે તેઅો પરણવાનું જ માંડી વાળતા હતા. અેક લગ્ન બાદ સંબંધોમાં કડવાશ અાવી તો વર્ષો સુધી ડિવોર્સ ના મળે ત્યાં સુધી લગ્ન ન થાય તેવી હિંદું મેરેજ અેક્ટમાં જોગવાઈને પગલે પતિ અે પત્ની બંને જણા અા અેક્ટનો ફાયદો ઉઠાવતા હતા. સુપ્રીમના અા ચૂકાદાનો દૂરોપયોગ પણ થશે અામ છતાં સુપ્રીમ કોર્ટે અાપેલો ચૂકાદો અે દરેક વ્યક્તિને અાઝાદી બક્ષશે અે નક્કી છે. જે કેસમાં સુ્પ્રીમે ચૂકાદો અાપ્યો છે તે કેસ પણ અટપટો છે. અેક પતિઅે પ્રથમ લગ્નના ડિવોર્સ અંગેની કોર્ટમાં ચાલી રહેલી કામગીરી દરમિયાન પ્રથમ પત્ની સાથે સમાધાન કરી લીધું હતું. અા અંગે તેને કોર્ટમાં અપીલ કરી હતી. જે અપીલનો ચૂકાદો અાવે તેના 12 દિવસ પહેલાં લગ્ન કરી લીધા હતા. હવે બીજી પત્ની સાથે પણ અા વ્યક્તિને ઝઘડો થતાં બીજી પત્ની અા લગ્ન કાયદેસર ન ગણાય માટે કોર્ટે ચઢી છે. જેનો દાવો કોર્ટો ફગાવી દીધો છે.

હિંંદુ મેરેજ એક્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ડિક્રી અને ડિવોર્સ વિરુદ્ધ વિરોધીપક્ષ દ્વારા દાખલ કરાયેલી અપીલનો નિકાલ થયા પછી જ બીજા લગ્ન કરી શકાય, પરંતુ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે, ડિક્રી અથવા ડિવોર્સ વિરુદ્ધની અરજીની સુનાવણી પડતર હોય તે દરમિયાન કરાયેલાં બીજા લગ્ન રદ ગણાશે નહીં. જેના પગલે ડિવોર્સની અપીલ કરાયેલી હોય તે સમય દરમિયાન પણ બીજા લગ્ન કરી શકાશે. જે કાયદેસરના ગણાશે.

જસ્ટિસ એસ. એ. બોબડે અને જસ્ટિસ એલ. નાગેશ્વરરાવની બેન્ચે જણાવ્યું હતું કે, ડિવોર્સ વિરુદ્ધની અરજી પડતર હોય તે દરમિયાન ચોક્કસ સમયગાળા માટે અગાઉનાં લગ્નને કારણે બીજા લગ્નને રદ ગણી શકાય નહીં, તેથી તે સમયગાળામાં કરાયેલાં બીજા લગ્ન માન્ય ગણાય, કારણ કે પહેલા લગ્નના સંબંધો યથાવત્ હોતા નથી.  સુપ્રીમ કોર્ટે બંને પક્ષકારોની સુનાવણી બાદ ચુકાદો આપ્યો હતો કે, સેક્શન ૧૫નાં ઉલ્લંઘનથી લગ્ન રદ થઈ જતાં નથી. જો કાયદાની જોગવાઈ બીજા લગ્નની પરવાનગી આપતી નથી અને છતાં પણ વ્યક્તિ બીજા લગ્ન કરે છે ત્યારે લગ્નને કાયદેસર રદ ગણવાની જોગવાઈની ગેરહાજરીને કારણે બીજા લગ્નને રદ ગણી શકાય નહીં.

પોતાનાં બીજા લગ્ન રદ ગણવાની બીજી પત્નીની અરજી પર દિલ્હી હાઇકોર્ટે આપેલા ચુકાદાને પતિએ સુપ્રીમ કોર્ટમાં પડકાર આપ્યો હતો. પતિની અરજીની સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે ઉપરોક્ત ચુકાદો આપ્યો હતો. પતિએ હાઇકોર્ટમાં ડિવોર્સની અરજી પડતર હતી તે દરમિયાન જ બીજા લગ્ન કરી લીધાં હતાં. અરજી પડતર હતી તે દરમિયાન પતિએ પોતાની પહેલી પત્ની સાથેના વિવાદનું સમાધાન કરી લીધું હતું અને ડિવોર્સ સ્વીકારવા તથા પોતાની અરજી પાછી ખેંચવાની અપીલ કરી હતી, પરંતુ હાઇકોર્ટે પતિને તેની અરજી પાછી ખેંચવાનો વિધિવત્ આદેશ આપેે તેના ૧૫ દિવસ પહેલાં જ તેણે બીજા લગ્ન કરી લીધાં હતાં. જોકે તેના બીજા લગ્ન પણ સફળ થયાં નહોતાં અને બીજી પત્નીએ તેમના લગ્નની યોગ્યતાને જ પડકાર આપ્યો હતો. અગાઉ ફેમિલી કોર્ટેે બીજી પત્નીની અરજી ફગાવી દીધી હતી.

Related posts

રાજ્યની આ બેઠકો પર કોંગ્રસની હાર માટે કાર્યકરોની નિષ્ક્રીયતા અને આંતરિક વિખવાદ જવાબદાર

Nilesh Jethva

મોદી હવે નથી રહ્યા ‘ચોકીદાર’ ચૂંટણી પૂર્ણ થતાં જ ગણતરીની કલાકોમાં બની ગયા PM

Arohi

યુપીમાં ભાજપની આ ટ્રીક કામ કરી ગઇ, આ રાજ્ય સિવાય ઉત્તર ભારતમાં ભાજપની શાનદાર જીત

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!