GSTV
Home » News » અધધધ… 88000 કરોડનું દેવું ધરાવતી આ ફાઈનાન્સ કંપની નાદારીના માર્ગે

અધધધ… 88000 કરોડનું દેવું ધરાવતી આ ફાઈનાન્સ કંપની નાદારીના માર્ગે

વાબોજ હેઠળની બહુચર્ચિત દીવાન હાઉસિંગ ફાઈનાન્સ કોર્પોરેશન લિમિટેડ (ડીએચએફએલ)ની બોર્ડને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ બુધવારે  સુપરસીડ કરી હતી. વહીવટી ખામીઓ તથા અનેક પેમેન્ટસ જવાબદારીઓમાં ડીફોલ્ટસને કારણે આરબીઆઈનો આ નિર્ણય આવી પડયો છે. ડીએચએફએલ વિરદ્ધ ટૂંક સમયમાં ઈન્સોલવેન્સી એન્ડ બેન્કરપ્સી રુલ્સ હેઠળ રિઝોલ્યુશન પ્રક્રિયા શરૂ કરાશે એમ આરબીઆઈ દ્વારા એક નિવેદનમાં જણાવાયું હતું.

ઈન્ડિયન ઓવરસીઝ બેન્કના ભૂતપૂર્વ એમડી તથા સીઈઓ આર. સુબ્રમણિયાકુમારને હાલમાં કંપનીના એડમિનિસ્ટ્રેટર તરીકે નિમવામાં આવ્યા છે. ઈન્સોલવેન્સી રિઝોલ્યુશન પ્રોફેશનલની એડમિનિસ્ટ્રેટર તરીકે નિમણૂંક કરવા આરબીઆઈ ટૂંક સમયમાં એનસીએલટીને અરજી કરશે એમ પણ યાદીમાં જણાવાયું હતું.  એડમિનિસ્ટ્રેટરની નિમણૂંક કરવા રિઝર્વ બેન્કને સત્તા આપવા ગયા બજેટમાં આરબીઆઈ એકટમાં સુધારો કરાયો હતો. એક અંદાજ પ્રમાણે ડીએચએફએલના માથે રૂપિયા ૮૮૦૦૦ કરોડનું દેવું છે. જેમાં રૂપિયા ૧૫૦૦૦ કરોડ તેણે ફિક્સડ ડીપોઝિટ ધારકોને ચૂકવવાના છે  જ્યારે બેન્કોએ રૂપિયા ૩૮૦૦૦ કરોડ લેવાના બાકી છે.

તાજેતરમાં જ એક ફિક્સ્ડ ડીપોઝિટધારકે પોતાના નાણાં વસૂલવા કંપની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હોવાના અહેવાલ હતા. ડીએચએફએલ ડીફોલ્ટ જવાને કારણે તેના શેરધારકોએ પણ ઘણું જ સહન કરવાનો વારો આવ્યો છે. સરકારી બેન્કોમાં ડીએચએફએલમાં એસબીઆઈનું રૂપિયા ૧૦,૦૦૦ કરોડનું ધિરાણ રહેલું છે. હજુ સપ્ટેમ્બરમાં ડીએચએફએલ દ્વારા ધિરાણદારોને રિઝોલ્યુશન પ્લાન સુપરત કરાયો  હતો જેમાં ધિરાણદારોને દેવાને ઈક્વિટીમાં રૂપાંતર કરી કંપનીમાં ૫૧ ટકા હિસ્સો આપવાની વાત કરાઈ હતી.

READ ALSO

Related posts

દિલ્હીમાં વધુ એક 1984 નહીં થવા દઈએ : હાઈકોર્ટે પોલીસની કાઢી સખત ઝાટકણી, ભાજપના નેતાઓના વીડિયો જોયા

Karan

Live : બજેટ શરૂ, રૂપાણી સરકાર ખેડૂતો પર વરસી, 7423 કરોડની કરાઈ ફાળવણી

Karan

સોનિયા ગાંધીએ અમિત શાહનું રાજીનામુ માગી મોદી સરકારને પૂછ્યા 5 સવાલ

Karan
Do NOT follow this link or you will be banned from the site!