GSTV

આવી દિવાળી: અમદાવાદની બજારોમાં જોવા મળ્યો દિવાળીનો ઝગમગાટ ઇલેક્ટ્રોનિક બજારમાં જામી ગ્રાહકોની ભીડ

Last Updated on October 21, 2021 by pratik shah

અમદાવાદની બજારોમાં હવે દિવાળીની રોનક દેખાવા લાગી છે…ખાસ કરીને અમદાવાદના ગાંધી રોડ સ્થિત ઇલેક્ટ્રોનિક બજારમાં ગ્રાહકોની ખરીદી માટે ભીડ જામે છે. ત્યારે કોરોનાની થપાટ બાદ આ વર્ષે વેપારીઓની સારી ઘરાકીની આશા જીવંત બની છે. પ્રકાશ પર્વ દિવાળીની ઉજવણીમાં પ્રાચિન દિવડાઓની સાથે હવે અવનવી લાઇટીંગ સિરિઝનો ટ્રેન્ડ વધ્યો છે.

અમદાવાદની બજારોમાં લાઇટીંગ માટે અનેક વેરાયટી ઉપલબ્ધ

અમદાવાદની બજારોમાં લાઇટીંગ માટે અનેક વેરાયટી ઉપલબ્ધ છે..જેમાં ખાસ કરીને ગાંધી રોડ સ્થિત ઇલેક્ટ્રોનિક બજારનો નજારો જ કંઇક અલગ જોવા મળે છે..ઉત્સવપ્રેમી અમદાવાદીઓ ઉપરાંત બહારના પણ ઘણા લોકો અહીં ખરીદી માટે આવતા હોય છે.

અહીં દીવાળી માટે સીરીઝ લેવાની હોય કે પછી ડેકોરેશન માટે અવનવી લાઇટો અહીં અઢળક વેરાયટી જોવા મળે છે..ગત વર્ષે મંદીનો માહોલ હતો પણ આ વર્ષે સારી ઘરાકી જોવા મળી છે.ગાંધીરોડનું 1928થી શરુ થયેલુ આ માર્કેટ આજે અમદાવાદની એક ઓળખ છે..અહીં 1000 થી 1500 જેટલા વેપારીઓ વેપાર કરે છે. એક સમય હતો જ્યારે દિવાળીના પર્વ પર દીપ પ્રાગ્ટયનું વિશેષ મહત્વ હતું… પરંતુ બદલાતા સમયની સાથે હવે દિવાડાની સાથે સાથે ઈલેકટ્રોનિક લાઇટિંગનું પણ ચલણ વધ્યું છે..

READ ALSO

Related posts

હાહાકાર / દેશમાં શરૂ થઇ ઓમિક્રોનની દહેશત, 31 ડિસેમ્બર સુધી ‘લોકલાડીલા’ પ્રવાસન સ્થળોએ જાહેર કરાયો નાઈટ કરફ્યુ

Pritesh Mehta

સુરતના ડીંડોલી વિસ્તારમાં ગમ્ખવાર અકસ્માતમાં કાર ચાલકનું દર્દનાક મોત, બે મહિના પહેલા જ સુરત ખાતે થયો હતો સ્થાયી

pratik shah

Big Breaking / ભારતમાં કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનની એન્ટ્રી, અહીં નોંધાયા બે કેસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!