GSTV
World

Cases
3591419
Active
2746098
Recoverd
394780
Death
INDIA

Cases
115942
Active
114073
Recoverd
6642
Death

દિવમાં ‘વાયુ’ ચક્રવાતની અસર, દરિયો બન્યો ગાંડોતૂર… કાળા ડિબાંગ વાદળો અને વીજળીના કડાકા સાથે વરસાદ

વાયુ વાવાઝોડુ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જેની અસર દરિયાઈ વિસ્તારોમાં વર્તાઈ રહી છે. દીવમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે વીજળીના કડાકા સાથે વરસાદ થયો છે. દીવનો દરિયો ગાંડોતૂર બન્યો છે. 

પોરબંદર ચોપાટી પર ચાંપતો બંદોબસ્ત

વાયુ વાવાઝોડાના સંભવિત ખતરાને લઈ પોરબંદર ચોપાટી ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.  દરિયો પોરબંદરથી નજીક આવેલો હોવાથી રહેણાંક વિસ્તારો પ્રભાવિત થઈ શકે તેમ છે. દરિયા કિનારે ભારે ફૂંકાતા પવનને કારણે જાનહાની ન થાય તે માટે ચોપાટી વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

વીજળી પડતા બે વ્યક્તિના મોત

વાવોઝાડુ ચક્રવાત ભલે હજુ અરબ સાગરમાં હોય પરંતુ નર્મદામાં તેની અસર અનુભવાઈ રહી છે અને અત્યાર સુધી વીજળી પડતા બે વ્યક્તિના મોત થયા છે. જ્યારે બે લોકોને ઈજા થઈ છે. આજ સવારથી પણ નર્મદામાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે.

વાયુ વાવાઝોડું જેમ જેમ આગળ વધી રહ્યું છે તેમ તેમ ખતરનાક બની રહ્યું છે. ૧૬૦ થી ૧૬૫ની ઝડપે પવન ફુંકાવાની આગાહી છે. વાયુ વાવાઝોડુ રાત્રે આઠ વાગ્યાની આસપાસ ગુજરાતના દક્ષિણ દરિયા કિનારે પહોંચવાની સંભાવના છે. ત્યારે દરિયામાં દોઢથી બે મીટર ઉંચા મોજા ઉછળી શકે છે. ગુજરાતના જામનગર, વલસાડ, અમરેલીના દરિયા કિનારા પર એલર્ટ અપાયું છે.

ગીર સોમનાથ જિલ્લાના 40 ગામમાં તંત્ર એલર્ટ પર છે. ભાવનગરના તટીય વિસ્તારોમાં 34 ગામોને એલર્ટ કરાયા છે. આર્મીની 10 કોલમ તૈનાત કરાશે. પોરબંદર, રાજકોટ અમરેલી, ભાવનગરમાં આર્મી તૈનાત કરાશે. ગુજરાતમાં એનડીઆરએફની કુલ 36 ટીમો તૈનાત રહેશે. આર્મી, એનડીઆરએફસ કોસ્ટ ગાર્ડ, ફાયર વિભાગની ટીમ સજ્જ છે.

માછીમારોને દરિયો ન ખેડવા અને સહેલાણીઓને દરિયાકિનારે ન જવા સૂચના અપાઈ છે. સૌરાષ્ટ્રના 10 જિલ્લામાં બે દિવસ શાળા કોલેજ બંધ રાખવા આદેશ કરાયા છે. વાયુ વાવાઝોડું જ્યારે ગુજરાતમાં ટકરાશે ત્યારે દરિયાઈ વિસ્તારોમાં 8 ઈંચ વરસાદ થવાની સંભાવના છે. રાજ્ય સરકારના વિવિધ પ્રધાનોને વિવિધ જિલ્લાની જવાબદારી સોંપાઈ છે.

વાયુ વાવાઝોડાના કારણે 50 ગામના 6665 લોકોનું સ્થાળાંતર કરવાની તૈયારી, પણ લોકોનો સ્થાળાંતર કરવાનો ઈન્કાર

વાયુ વાવાઝોડાને કારણે ઊનાના 50 ગામના 6665 લોકોનું સ્થળાંતર કરવાની તૈયારી કરવામાં આ છે. લોક સ્થળાંતર કરવાનો ઈન્કાર કરે તો પોલીસ કાફલાને સાથે રાખીને સ્થળાંતર કરાવાશે. ઉનામાં એનડીઆરએફની વધુ એક ટીમ બપોર સુધીમાં પહોંચશે. ગીર સોમનાથ જિલ્લામાં એનડીઆરએફની ત્રણ ટીમ તૈનાત રહેશે. મહુવાથી કચ્છ સુધી વાયુ વાવાઝોડાની અસર વર્તાશે. સૌરાષ્ટ્રના સાતથી વધુ જિલ્લાને અસર કરશે.

અરબ સાગરમાં ઉદ્દભવ્યું વાયુ

અરબસાગરમાં ઉદ્દ્ભવેલું વાયુ વાવાઝોડુ ગુજરાત તરફ પ્રતિકલાક 150 કિલોમિટરથી પણ વધુની ગતિથી આગળ વધી રહ્યું છે. વાયુ વાવાઝોડુ મુંબઈના દરિયાકિનારા પાસેથી પસાર થઈ રહ્યું છે. જોકે તેની કોઈ મોટી અસર નથી દેખાઈ રહી. પરંતુ તેને કારણે ભારે વરસાદ થઈ શકે છે. વાવાઝોડુ મુંબઈના દરિયાકિનારાથી 300 કિલોમિટર દૂર છે. પરંતુ તે જ્યારે નજીક આવશે ત્યારે મુંબઈ, કોંકણ, થાણે અને પાલઘરમાં ભારે વરસાદ થઈ શકે છે. એવામાં તમામ એજન્સીઓ એલર્ટ પર છે.

આવતીકાલે વહેલી સવારે વાયુ વાવાઝોડાનું આગમન, વેરાવળથી 420 કિલોમીટર જ છે દૂર

ગુજરાત તરફ વાયુ નામના વાવાઝોડાનું સંકટ વધ્યુ છે. કારણે કે વાયુ વાવાઝોડું વધુ મજબૂત એટલેકે વેરી સિવિયર સાયક્લો બન્યુ છે. તે હાલ વેરાવળથી 420 કિમોમીટરના અંતરે છે. આજે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વાવાઝોડુ આવતીકાલે વહેલી સવારે વેરાવળના દરિયાકાંઠે જ ત્રાટકવાનું છે. જ્યારે વાવાઝોડુ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં ત્રાટકશે. ત્યારે તેની ઝડપી 140 થી 150 કિલોમીટરની ઝડપ હશે.

  • વાયુ વાવાઝોડું વધુ મજબૂત બન્યું
  • વેરી સીવીયર સાયકલોન બન્યું
  • વેરાવળ થી 420 કિલોમીટર દૂર વાવાઝોડું
  • આજે સૌરાષ્ટ્ માં ભારે વરસાદ ની આગાહી
  • 140 થી 150 કિલોમીટર ની ઝડપે સૌરાષ્ટ્રના દરિયા કિનારે ટકરાશે

મોરબીમાં વહિવટીતંત્ર સજ્જ

વાયુ ચક્રવાતને લઈને મોરબીમાં વહીવટી તંત્ર સજ્જ બન્યુ છે. મોરબી જિલ્લામાં 32 જવાનો સાથેની એનઆરએફની એક ટીમ પહોંચી છે. અને આજે એનડીઆરએફના વધુ 60 જવાનો મોરબીમાં આવી રહ્યા છે. માળિયાના પીપળીયા ચાર રસ્તા પાસે એનડીઆરએફના જવાનો તૈનાત છે.

લોકોનું કરાયું સ્થાળાંતરણ

ઉનાના દરિયાકાંઢાથી ૧૦ કિલોમીટરના અંતરમાં આવેલા તમામ ગામના લોકોનુ સ્થાળાતંર કરવામાં આવી રહ્યુ છે. વાવાઝોડાના કારણે દીવની ૧ હજાર ૮૦૦ જેટલી બોટ દરિયા કાંઠે આવી પહોંચી છે. જ્યારે નગરપાલિકાએ શહેરમાં લાગેલા તમામ મોટા હોર્ડિગને ઉતારી લીધા છે. વાવાઝોડાના કારણે એનડીઆરએફની ટીમને પણ ઉનામાં તૈનાત કરવામાં આવી છે.

વાયુ વાવાઝોડાના કારણે વડોદરાની ફાયર વિભાગની ટીમ વેરાવળ જવા રવાના

વાયુ વાવાઝોડાને પગલે વડોદરાની ફાયર બ્રિગેડની ટીમ વેરાવળ જવા રવાના થઈ છે. વડોદરાથી એમ્બ્યુલન્સ અને રેસ્ક્યુ વાહન સહિત ચાર વાહનોમાં 16 ફાયર ફાઈટરો વેરાવળમાં કામગીરી કરશે. જ્યારે ટ્રી કટર, લાઈફ જેકેટ સહિતના સાધનો સાથે બે ટીમો રાતે રવાના થઈ હતી. વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવેલા આદેશ બાદ ફાયરની ટીમ વેરાવળ ગઈ છે.

વિકરાળ વાયુના આગમન પહેલા જામનગર જિલ્લાના 25 ગામોને સલામત સ્થળે ખસેડાયા

વાયુ વાવાઝોડાના કારણે જામનગર જિલ્લાના ૨૫ ગામડાઓમાં વસતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જામનગરના જોડીયાના ૧૧ અને લાલપુરના બે ગામમાંથી ૧૩ હજાર ૯૦૦ લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યુ છે. જેમને વિવિધ શાળા, આશ્રમ અને સામાજિક હોલમાં ખસેડવામાં આવ્યા છે. ત્યારે વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફની ટીમને તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત મરીન કમાન્ડોની ટીમને પણ તૈનાત કરવામાં આવી છે.

READ ALSO

Related posts

કોરોનાનો ટેસ્ટ કરાવ્યા બાદ રિપોર્ટ માટે આખી હોસ્પિટલમાં આંટા માર્યા બાદ ખબર પડી કે…

Pravin Makwana

કોરોનાના દર્દીઓ માટે ખાનગી હોસ્પિટલમાં બેડ માટે થશે MOU, તંત્ર રિફર કરશે તો સારવારનો ખર્ચ નહીં આપવો પડે

Pravin Makwana

કોરોનાના વધતા કેસ વચ્ચે પરીક્ષા અંગે પુનઃ વિચારણા કરવા નર્મદ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો શિક્ષણ મંત્રીને પત્ર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!