GSTV

ખંભાતમાં અશાંતધારો લાગુ કરાયો : સીએમ રૂપાણીએ આપી આ ચીમકી, રાજ્ય પોલીસવડા પહોંચ્યા

ખંભાતમાં રવિવારના દિવસ પહેલા બે જૂથ વચ્ચે થયેલી અથડામણના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. મકાનો અને વાહનોને આગચંપીની ઘટનાના ત્રીજા દિવસે પણ અજંપાભરી સ્થિતિ છે.. રાજ્ય સરકારે પરિસ્થિતિને જોતા અશાંત ધારો લાગુ કર્યો છે. સમગ્ર ખંભાત પોલીસ છાવણીમાં ફેરવાયું છે. આજે હિંદુ સમાજે બંધનું એલાન આપ્યું હતું. તે દરમિયાન પણ કેટલાક વિસ્તારોમાં પત્થરમારાની ઘટના બની હતી. પોલીસનો મોટો કાફલો ખડકી દેવાયો છે.

ખંભાતની સ્થિતી અંગે સીએમનું નિવેદન

  • ખંભાતમાં જેવી ઘટનામાં કડક હાથે કામ લેવાશે
  • રાજય સરકાર આવી કોઇ ઘટનાને સાંખી લેશે નહીં
  • ગૃહવિભાગ અને પોલીસ તંત્રને જરૂરી સૂચનો અપાયા

એસઆરપી, આરએએફના જવાનોને તૈનાત કરાયા છે. તોફાનો તત્વોને ડામવામાં નિષ્ફળ નીવડેલા આણંદ જિલ્લા પોલીસ વડા મકરંદ ચૌહાણને વેટીંગ લિસ્ટમાં રખાયા છે. ખંભાતના એસપી રજા પર હોવાથી અમદાવાદા ટ્રાફિક ડીસીપી અજિત રાજીયણને આણંદ જિલ્લા પોલીસ વડા તરીકે નિયુક્ત કરાયા. તો એન્ટી કરપ્શનમાં ફરજ બતાવતા ભરતી પંડ્યાની ખંભાતના ડીવાયએસપી તરીકે નિયુક્ત કરાયા છે. તો આ રમખાણો મુદ્દે રાજકારણ પણ ગરમાયુ છે. પ્રદીપસિંહ જાડેજાએ શાંતિ ડહોળવા પાછળ કોંગ્રેસ પર નિશાન સાધ્યું. સીએમ રૂપાણીએ ખંભાતવાસીઓને શાંતિની અપીલ કરીને કહ્યું કે અસામાજિક તત્વો અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

સીએમ વિજય રૂપાણીએ આ ઘટના અંગે પ્રતિક્રિયા આપી

ખંભાતમાં ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતી સર્જાયા બાદ સીએમ વિજય રૂપાણીએ આ ઘટના અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે રાજય સરકાર આવી કોઇ ઘટનાને સાંખી લેશે નહીં અને આવી ઘટના પર કડક હાથે કામ લેવામાં આવશે. સીએમ કહ્યું કે હાલમાં ગૃહમંત્રીએ સમગ્ર ઘટનાની વિગતો મેળવી છે અને રાજ્યના પોલીસ મહાનિદેશક પણ ખંભાત પહોંચી ગયા છે. આ સાથે સીએમ રૂપાણીએ કહ્યું કે રાજ્ય સરકાર આવી ઘટનાઓને મક્કમ હાથે ડામી દેવા કટીબદ્ધ છે અને ભવિષ્યમાં આવી કોઇ ઘટના ન બને તે માટે ગૃહવિભાગ અને પોલીસ તંત્રને સૂચનો આપી દેવાયા હોવાની પણ વાત કરી છે.

ખંભાતમાં હાલ ભારેલો અગ્નિ જોવા મળી રહ્યો છે

ખંભાતમાં હાલ ભારેલો અગ્નિ જોવા મળી રહ્યો છે. જે મામલે રાજકારણ ગરમાયુ છે. બન્ને પક્ષ સામે સામે આક્ષેપ પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે. જેમાં પ્રદીપસિંહે ખંભાતમાં સર્જાયેલી પરિસ્થિતિ માટે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે કોંગ્રેસનો આશય જ અશાંતિ માટેનો હોય છે તો સામે પક્ષે કોંગ્રેસે પણ સરકારને આડેહાથ લીધી અને કહ્યું કે ગૃહ વિભાગ પોતાની જવાબદારીથી છટકી જાય છે. કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથડવાની હોય ત્યારે પોલીસ આંખ આડા કાન કરે છે. સરકાર મતની રાજનીતિના બદલે કડકાઈથી કામ કરે તેવું આકરશબ્દોમાં કોંગ્રેસે જણાવ્યું છે.

ખંભાતમાં ખતરનાક સ્થિતી

  • બે કોમના ટોળા વચ્ચે હિંસા બાદ અજંપા ભરેલી િસ્થતી
  • બંધના એલાનથી કરફયૂ જેવો માહોલ

ખંભાતમાં એકબીજાના લોહીના તરસ્યા બન્યા હોય તે બે કોમના જૂથ વચ્ચે હિંસક અથડામણ બાદ અજંપા ભરેલી સ્થિતી જોવા મળી રહી છે. હિંસા બાદ આજે અપાયેલા બંધના એલાનના પગલે આખાયે ખંભાતમાં જાણે કરફયૂ જેવો માહોલ છે. સુરક્ષા અર્થે રેપિડ એક્શન ફોર્સ અને એસઆરપી સહિતનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. તો હિંસાના કુલ 5 ગુના નોંધીને 45થી વધુ ભાંગફોડીયા તત્વોની ધરપકડ કરી લેવાઇ છે. તો આ સાથે ખંભાતમાં તાત્કાલીક અસરથી અશાંતધારો લાગૂ કરી દેવાયો છે. તો આ સાથે અમદાવાદ વેસ્ટ ટ્રાફિક ડીસીપી અજીત રાજીયણને આણંદ જિલ્લા પોલીસ વડા તરીકે નિયુક્ત કરી દેવાયા છે. તો એન્ટી કરપ્શનમાં ફરજ બજાવતા ભારતી પંડયાની ડીવાયએસપી તરીકે નિમણૂંક કરાઇ છે.

READ ALSO

Related posts

Video: લોકડાઉનમાં ગીરના રસ્તા સુમસામ બનતા જંગલના સિંહો રોડ ઉતર્યા

Ankita Trada

લોકડાઉનમાં ભૂખ્યાને વારે આવ્યો જેતપુરનો સિંધી સમાજ, દરરોજ આટલા ગરીબોની ઠારે છે આંતરડી

Ankita Trada

દાહોદના રેબારી ગામમાં બે બાળ દિપડા પાંજરે પૂરાયા, ગ્રામજનોએ લીધો રાહતોનો શ્વાસ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!