GSTV
Home » News » જામનગરમાં ફરજીયાત હેલ્મેટના કાયદા સામે લોકોએ મોરચો માંડ્યો,જિલ્લા કલેક્ટરને આવેદન અપાયું

જામનગરમાં ફરજીયાત હેલ્મેટના કાયદા સામે લોકોએ મોરચો માંડ્યો,જિલ્લા કલેક્ટરને આવેદન અપાયું

ટ્રાફિકના નવા નિયમોને લઇને સૌથી વધુ સૌરાષ્ટ્રમાં વિરોધ જોવા મળ્યો છે. તો સામે પોલીસ વિભાગે પણ દંડનો દંડો ઉગામીને વાહન ચાલકોને દંડ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રના વિવિધ શહેરોમાં કેવો રહ્યો ટ્રાફિકના નવા નિયમનો પહેલો દિવસ જોઇએ આ અહેવાલ.

જામનગરના લોકોએ ફરજીયાત હેલ્મેટના કાયદા સામે મોરચો માંડ્યો. જામનગરમાં લોકહિત રક્ષક સમિતિ દ્વારા શહેરી વિસ્તારમાં હેલ્મેટના કાયદાના વિરોધમાં પ્રદર્શન યોજવામાં આવ્યું. અને બાદમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

જામનગરમાં હેલ્મેટ વેચનારા વેપારીઓની બેફામ લૂંટ સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે.પોલીસે હેલ્મેટના માલ સામાન સાથે મહિલા વેપારીની ધરપકડ કરી હતી. ત્રણસો રૂપિયાની એમઆરપી વાળુ હેલ્મેટ રૂપિયા 800, 900 અને હજારમાં મનફાવે એવા ભાવે વેચતા કાર્યવાહી હાથ ધરવામં આવી હતી.

તો જામનગર શહેરના કેટલાક ચાર રસ્તા પાસે સવારના સમયે ટ્રાફિક પોઈન્ટ પર ટ્રાફિક પોલીસની ગેરહાજરી ઉડીને દેખાતી જોવા મળી હતી. મોટાભાગના ટ્રાફિક પોઈન્ટ પર વાહન ચાલકો નિયમનો ભંગ કરતા જોવા મળ્યા હતા.

READ ALSO

Related posts

અમદાવાદમાં ડીલર્સે મોબાઈલ કંપનીઓ સામે રોષ વ્યક્ત કર્યો

Nilesh Jethva

અભિનેતા સન્ની દેઓલે માફી માંગી બબીતા ફોગટની, કારણ છે કંઈક આવું

pratik shah

6 ગામના લોકોનો વિરોધ, શહેરમાં પાણી-રસ્તાના ઠેકાણા નથી, ગામડાનો વિકાસ કેવી રીતે કરશો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!