જો સીએનડજી (CNG) અને પીએનજીની(PNG) રિટેલ ડિસ્ટ્રીબ્યુટરશિપ લેવી હોય તો તમારા માટે એક સારી ખબર છે. હકીકતે આવનાર દિવસોમાં તેના માટે લાયસન્સ વિતરણની પ્રક્રિયા પુરી કરવામાં આવી શકે છે.
ટૂંક સમયમાં જ થશે હરાજી
જાણકારો અનુસાર વિવિધ શહેરોમાં સીએનજી અને પીએનજી વિતરણ લાયસન્સ આપવા માટે હરાજી ટૂંક સમયમાં જ શરૂ કરશે. આ જાણકારી પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપી છે.
શું કહ્યું ધર્મેન્દ્ર પ્રધાને?
ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, શહેરોમાં ગેસ વિતરણ માટે 11 માં રાઉન્ડની હરાજી પ્રક્રિયા ખૂબ જ જલ્દી રજૂ કરવામાં આવશે. પીએનજીઆરબી તેની તૈયારી કરી રહી છે.

100 જિલ્લાઓ સુધી ફેલાવો
તેમણે જણાવ્યું કે 11માં રાઉન્ડની હરાજી પ્રક્રિયા બાદ છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને વિદર્ભના 50થી 100 જિલ્લા સુધી શહેરી ગેસ નેટવર્ક સુવિધા પહોંચાડવામાં આવશે.
2018 અને 2019માં આપવામાં આવી ચુક્યા છે લાયસન્સ
તમને જણાવી દઈએ કે પ્રેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ નિયામક બોર્ડ (PNGRB)એ 2018 અને 2019 સમયે દેશના 136 ક્ષેત્રમાં વાહનો માટે સીએનજી અને ઘરો માટે પાઈપ્ડ નેચરલ ગેસનો રિટેલ વ્યાપાર કરવાનું લાયસન્સ આપ્યું.

કુલ 500 શહેરો સુધી પહોંચ
તેનાથી દેશની લગભગ 70 ટકા આબાદી અને 406 જિલ્લા સુધી ગેસ વિતરણને પહોંચાડવામાં મદદ મળશે. સરકારની નવી પહેલથી હવે લગભગ 500 શહેર સુધી પર્યાવરણ અનુકુળ ઓઈલને પહોંચાડવામાં મદદ મળશે. વર્તમાનમાં દેશમાં થઈ રહેલી કુલ ઉર્જા ખપતમાં પ્રાકૃતિક ગેસનો ભાગ માત્ર 6.3 ટકા છે જે 2030 સુધી 15 ટકા કરવાનું લક્ષ્ય છે.
Read Also
- બુલેટ ટ્રેન/ દેશની પહેલી બુલેટ ટ્રેનમાં શું હશે ભાડું? રેલવે મંત્રીએ પોતે બતાવી ટિકિટની કિંમત
- રાજકારણ/ બિહારમાં એડવાન્સમાં જ ઘડાયો હતો પ્લોટ, ભાજપ ઉંઘતું ઝડપાયું
- અહીં સ્થાનિક ઉમેદવારને ટિકિટ નહીં આપો તો આપ જીતી જશે, ભાજપના નેતાએ બધાની બોલતી કરી બંધ
- નીતિશ ફરી બનશે સીએમ / આરજેડી અને કોંગ્રેસને મળશે ડેપ્યુટી સીએમનું પદ, આ છે સત્તાની નવી ફોર્મ્યુંલા
- કિયારા અડવાણીએ શાહિદ કપૂરના થપ્પડ મારવાના સીન પર કર્યો ખુલાસો, રિલેશનશીપ પર કહી દીધી આ મોટી વાત