GSTV

વિસર્જન માટે ગાઈડલાઈન જાહેર: દશામા અને ગણેશજીની મૂર્તિનું નદીમાં વિસર્જન કરવાની મનાઈ, સભા-સરઘસ પર પ્રતિબંધ મુકાયો

Last Updated on August 6, 2021 by Pravin Makwana

વ્રતો અને તહેવારોનો મહિનો શરૂ થયો છે ત્યારે દશામા અને ગણેશ ઉત્સવ ઉજવાયા પછી પ્રતિમાઓનું નદીમાં વિસર્જન નહીં કરી શકાય. લોકોએ પ્રતિમાનું સ્થાપન કર્યું હોય તેનું વિસર્જન ઘરે જ કરવાનું રહેશે. પ્રતિમાના વિસર્જન માટે સભા-સરઘસ યોજવા પર પ્રતિબંધ મુકાયો છે. 

પોલીસ કમિશનરે જાહેર કરેલા જાહેરનામા અનુસાર, આગામી તા. 8થી દશામા વ્રતન શરૂ થશે. આ દિવસે દશામાની મૂર્તિઓની સ્થાપના થશે અને તા. 17 ઓગષ્ટે વ્રત પૂર્ણ થશે. વ્રત પૂર્ણ થતાં મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે. છેલ્લા કેટલા વર્ષોથી દશામાની મૂર્તિઓનું સાબરમતી નદીના ઓવારાઓ ઉપર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેસન દ્વારા બનાવવામાં આવેલા કૃત્રિમ કુંડોમાં વિસર્જન કરવામાં આવતું હતું.

પરંતુ, કોવિડ-19 સંક્રમણના કારણે ગત વર્ષની જેમ આ વર્ષે પણ વિસર્જન માટે કૃત્રિમ કુંડો બનાવવા સહિતની કોઈપણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે નહીં. કોરોનાની સ્થિતી વચ્ચે રાત્રિ કરફ્યૂ અમલમાં છે અને આવશ્યક સેવા સિવાયની પ્રવૃત્તિઓ ઉપર નિયંત્રણ મુકવામાં આવેલા છે.

આ વર્ષે પણ શ્રધૃધાળુઓએ દશામાની મૂર્તિની સ્થાપના ઘરમાં કરવાની રહેશે અને વિસર્જન પણ પોતાના ઘરે જ કરવું જરૂરી છે. કોઈપણ વ્યક્તિ કે સમુહ દશામાની મૂર્તિ વિસર્જન માટે સરઘસ કે શોભાયાત્રા ન કાઢે તથા પોતાના ઘરમાં જ દશામાની મૂર્તિનું સન્માનપૂર્વક વિસર્જન કરે તેવી અપીલ પોલીસે કરી છે.

READ ALSO

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

રસીકરણ / કોરોના રસી લીધા પછી જ ધંધો કરવાની મળશે છૂટ, રાજ્યના આ વિસ્તારના પ્રાન્ત અધિકારીનું ફરમાન

Zainul Ansari

મોટા સમાચાર / રાજ્યભરમાં 22 લાખથી વધુ લોકોને આપવામાં આવી કોરોના રસી, અમદાવાદીઓમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!