GSTV
Gujarat Government Advertisement

દિલ્હીમાં ગણતંત્રના દિવસે પાવર કાપવાની ચાલ, સોશિયલ મીડિયા પર આપી ધમકી

ચાલ

Last Updated on January 25, 2021 by Mansi Patel

ગણતંત્ર દિવસ પર દિલ્હીમાં વીજળી કાપવાના ચાલનું ઇનપુટ મળ્યું છે. ખાલિસ્તાન સમર્થક સંસ્થા ફોર જસ્ટિસે સોશિયલ મીડિયા પર 25 અને 26 જાન્યુઆરીએ પાવર કાપવાની ધમકી આપી છે. આ વાતની BSESને ગયા દિવસથી જાણકારી મળી છે.

પોલીસ થઇ એલર્ટ

ત્યાં જ ખુફિયા એજન્સી અને દિલ્હી પોલીસ જાણકારી મળ્યા પછી એલર્ટ થઇ ગઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે ડિસ્કોમ, પાવર ગ્રીડ અને પાવર સબ-સ્ટેશનને નિશાન બનાવવામાં આવી શકે છે. એવું કરવા માટે યુવાનોને ભડકાવવામાં આવી રહ્યા છે. સિખ ફોર જસ્ટિસ સંસ્થાની ગતિવિધિઓ પર ખુફિયા એજન્સી ઓની નજર છે.

ચાલ

પાકિસ્તાનથી ઓપરેટ 308 ટ્વીટર હેન્ડલ

જણાવી દઈએ કે 26 જાન્યુઆરીએ કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતો ટ્રેકટર રેલી કાઢવાના છે. આ રેલીમાં ચાલ માટે પાકિસ્તાનથી 308 ટ્વીટર હેન્ડલ ઓપરેટ કરવામાં આવી રહ્યા છે. આ તમામ ટ્વીટર હેન્ડલની પોલીસ તપાસ કરી રહી છે. સાથે જ એને બ્લોક પણ કરી દેવામાં આવ્યા છે.

દિલ્હી પોલીસના સ્પેશિયલ કમિશનર દીપેન્દ્ર પાઠકે કહ્યું કે અમને ઘણા ઇનપુટ ઇન્ટેલિજન્સ મળ્યા છે કે ટ્રેકટર રેલીમાં ગડબડી કરવાની સાજિસ કરવામાં આવી રહી છે. 308 ટ્વીટર હેન્ડલ પાકિસ્તાનમાં બનેલ છે. જેથી લો એન્ડ ઓર્ડરને ખરાબ કરી શકાય અને આ ટ્રેકટર પરેડને ડિસ્ટર્બ કરી શકાય.

ત્રણ જગ્યાએ રેલીની મંજૂરી

દિલ્હીની ત્રણ જગ્યાઓથી ટ્રેકટર રેલીની મંજૂરી છે. આ ત્રણ બોર્ડર પર બેરીકેટ હટાવવામાં આવશે. કેટલીક શરતો પર મંજૂરી આપવામાં આવી છે. દિલ્હીની 3 જગ્યાથી સિંઘુ બોર્ડર, ટીકરી બોર્ડર અને ગાજીપુર બોપર્ડરથી બેરીકેટ્સને હટાવી કેટલાક કિલોમીટર અંદર સુધી મંજૂરી છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

કોરોનાએ હંફાવ્યા/ મનમોહનસિંહ હતા આત્મનિર્ભર પણ મોદી પોલિસી બદલી થઈ ગયા નિર્ભર, 40 દેશોની મદદનો કર્યો સ્વીકાર

Dhruv Brahmbhatt

સુરતની સૂરત બદલાશે/ કોરોનાના વળતાં પાણી, કમિશ્નરે કહ્યું આ 3 સ્ટ્રેટેજીએ કોરોનાના હાહાકારથી બચાવી લીધું શહેરને

Dhruv Brahmbhatt

રશિયામાં ઉજવાયો વિશ્વયુદ્ધ વિજય દિવસ, 76 વર્ષ પહેલા જર્મની સામે મેળવી હતી ઐતિહાસિક જીત

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!