પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને ડાબેરીઓ વચ્ચે જોડાણ થશે એ નક્કી છે પણ આ મહાગઠબંધનના નેતા કોણ હશે એ મુદ્દે ડખો પડતાં રાહુલ ગાંધીએ મેદાનમાં આવવું પડયું છે. બંગાળ કોંગ્રેસના નેતાઓ પ્રદેશ પ્રમુખ અધીર રંજનને મહાગઠબંધનના નેતા અને મુખ્યમંત્રીપદના ઉમેદવાર બનાવવા માગે છે પણ ડાબેરી પક્ષો એ માટે તૈયાર નથી.

બંગાળનો ગઢ જીતવા કોંગ્રેસ અને ડાબેરીનુ એક થવું જરૂરી
ડાબેરીઓની દલીલ છે કે, બંગાળમાં મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપની તાકાતનો મુકાબલો કરવા માટે બંને પક્ષ એક થાય એ જરૂરી છે. કોઈ એક ચહેરાને આગળ કરવાથી બંને પક્ષની નીતિઓ બાજુ પર રહી જશે ને પ્રચાર વ્યક્તિલક્ષી બની જશે. તેની ડાબેરી કાર્યકરો અને મતદારો પર નકારાત્મક અસર પડી શકે છે તેથી અત્યારે માત્ર સાથે મળીને લડવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.


કોંગ્રેસ હાઈકમાન્ડ સ્વીકારે છે કે ડાબેરીઓની દલીલ સાચી છે પણ ચૌધરીના ઈશારે કોંગ્રેસના નેતા જીદ છોડવા તૈયાર નથી. તેમને સમજાવવા માટે રાહુલ ગાંધી ૨૭ નવેમ્બરે વર્ચ્યુઅલ બેઠક કરશે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- નવી શોધ/ કોરોના વાઈરસ ઈન્ફેક્શનથી બચવા આ વસ્તુનો થઈ શકે છે ઉપયોગ, ગુજરાતમાં પીવા પર છે પ્રતિબંધ
- ખેડબ્રહ્માના કોંગી ધારાસભ્યની અટકાયત થતા રોષ, આદિવાસી સમાજે આપી હાઇવે બ્લોક કરવાની ચીમકી
- IND vs AUS: મેચના ચોથા દિવસે જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ આમ મળ્યા ગળે, જાણો શું હતું કારણ…
- ગઢમાં પાડશે ગાબડું/ મમતાને 50 હજાર વોટથી ના હરાવીશ તો કાયમ માટે રાજનીતિ છોડી દઈશ, શુભેંદુએ પણ ફેંક્યો લલકાર
- ગુજરાત યુનિવર્સીટી ફરી વિવાદમાં, સિન્ડિકેટ સભ્યની નિમણુંકને લઈને ઉઠ્યા સવાલો