GSTV

ગાંડાનાં ગામ /લ્યો બોલો, હિન્દુસ્તાન ક્યાં આવ્યું એ ખબર નથી એવા અમેરિકનો હિન્દુત્વની ટીકા કરવા ભેગા થશે!

હિન્દુત્વ

Last Updated on September 4, 2021 by Lalit Khambhayata

છેલ્લા ૫૦૦ વરસમાં નવેસરથી લખાયેલો ભારતનો ઇતિહાસ અને તેનાંથી પ્રભાવિત વિચારસરણીઓ, રાજકારણ-રાજકારણીઓ, સંસ્થાઓ, સાર્વજનિક મુદ્દાઓ, વિવાદો અને વ્યક્તિગત અર્થઘટનના અનુસંધાનમાં જ હિન્દુત્વને મૂલવવાનાં બંધિયારપણાંમાં પણ, જો મારામાંનું જરીક અમથું હિન્દુત્વ ક્યાંક, કોઇક રીતે હજી જીવતું હોય તો એક અમેરિકન અધ્યાપક આયોજીત “ડીસમેન્ટલીંગ ગ્લોબલ હિન્દુત્વ” કોન્ફરન્સ વિશે જાણીને મને કંઇક તો થવું જોઇએ. મને કંઇક નહી, બહુ બધું થાય છે.

કાર્યક્રમનું આમંત્રણ-માહિતી પત્ર

અંદરોઅંદર આપણે ભલે જ ‘યે મેરા હિન્દુત્વ, યે તેરા હિન્દુત્વ’ કરીએ. પણ હિન્દુત્વના અલગ-અલગ અર્થઘટનો સાથે પણ આપણે સૌ જે ભૂમિ પર સહિયારા ટક્યા છીએ, તે મૂળ ધરી “હિન્દુત્વ” છે. આપણાં હિન્દુત્વ વિશે ભારત અને વિદેશનાં કેટલાક કર્મશીલો, ઇતિહાસકારો, શિક્ષકો, પત્રકારો અને જનહિત પ્રતિનિધિઓ જે મત ધરાવે છે. તે પ્રમાણે હિન્દુત્વ જક્કી, ઘાતકી, આક્રમક, ધિક્કાર ફેલાવતો એક કટ્ટર ધર્મ છે. હિન્દુત્વની તેમણે તૈયાર કરેલી કસ્ટમ મેડ ડીઝાઇનર છાપ અને મેક-ટુ ઓર્ડર હિન્દુફોબીયાને ગાઇ-ગાજીને બુલંદ કરવા માટે અમેરિકન ઇતિહાસકાર ઓડ્રે ટ્રુશકેએ એક ત્રણ દિવસની ડીજીટલ કોન્ફરન્સનું આયોજન કર્યું છે. આપણાં હજારો વરસો પૌરાણિક ધાર્મિક ગ્રંથ અને આરાધ્ય માટે સાવ છીછરો અને અપમાનજનક અભિપ્રાય ધરાવવા માટે જાણીતા ઓડ્રે ટ્રુશકેને સમર્થન આપનારા કેટલાક ભારતીય તેમજ વિદેશી કર્મશીલો, અધ્યાપકો અને ઇતિહાસકારો પણ આ કોન્ફરનસમાં સામેલ છે. તેમજ બ્રોશરમાં જણાવ્યા પ્રમાણે હાવર્ડ, બર્કલી અને પ્રિસ્ટન સહિત અમેરિકાની ૪૨ નામાંકિત વિદેશી શૈક્ષણિક સંસ્થાઓ પણ આ કોન્ફરન્સનનો હિસ્સો છે. ડીસમેન્ટલીંગ ગ્લોબલ હિંદુત્વનાં નેજા હેઠળનાં આ આયોજનનું સહિયારું લક્ષ્ય છે, હિન્દુત્વની સર્વોપરિતાને વધેરી નાંખવાનું. 

અમેરિકી સેનેટર સહિતના માંધાતાઓ અમેરિકામાં જ આ કોન્ફરન્સનો વિરોધ કરી રહ્યા છે.

આ કોન્ફરન્સનાં બ્રોશરમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ અને ભારતની બહુમતી સરકારને કોમવાદી, આત્યંતિક અને હિન્દુ ધર્મને નામે દુષણ ફેલાવનારા ગણાવીને તેમના નામે-નિમિત્તે હિન્દુત્વને ફાસીવાદ કહ્યો છે. ભારતીય લોકશાહીએ ચૂંટેલા રાજકીય પ્રતિનિધિત્વને ફાસીવાદ કહેવો એ ભારતની બહુમતી જનતાને ફાસીવાદી કહેવા બરાબર છે. ભારતનાં મૂળભૂત ઘર્મ, માનવ સંસ્કૃતિ અને જનમત માટે આંતરાષ્ટ્રીય સ્તરે આવું અર્થઘટન અને આયોજન હિન્દુ ધર્મની મૂળભૂતતા, ભારતીય બંધારણ અને લોકશાહીના મૂલ્યોનું છડેચોક અપમાન છે. વળી, ઊદારમતવાદ અને માનવતાવાદમાં ખપાવાતા આ વૈચારિક છીછરાપણાથી ખદબદતા પ્રગતિશીલ નિષ્ણાતોએ ક્યારેય ખ્રિસ્તી ધર્મના પ્રચાર-પ્રસારની અહિંસક આત્યંતિક્તા અને ઇસ્લામની હિંસક આત્યંતિક્તાને પડકારવાની હિંમત નથી કરી. કારણ ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મનું એક પદ્ધતિસરનું, સંસ્થાકીય, શૈક્ષણિક અને પ્રજાકિય માળખું છે. એટલે સ્થાનિક તેમજ દેશ-વિદેશમાં દરેક મોરચે આ સંપ્રદાયોની કડક પહેરેદારી છે. પરંતુ હિન્દુત્વના પ્રતિનિધિત્વનું કોઇ સર્વમાન્ય, અધિકૃત, સુઆયોજીત, સંગઠીત અને સંસ્થાકિય બંધારણ નથી. કારણ હિન્દુત્વનો ખરો પ્રતિનિધિ દરેક હિન્દુ પોતે છે.   

કાર્યક્રમના ‘વિદ્વાન’ વક્તાઓ

જે માણસ હિન્દુ ઘરમાં જન્મ્યો હોય અને છતાં હિન્દુત્વના ક્ષેત્રફળ, વ્યાસ અને પરીઘ સાથે તેને કોઇ જ લેવા દેવા ના હોય. તેવા સાવ નામ માત્રના હિન્દુને પણ “જીવો અને જીવવા દો” જેટલું પાયાનું હિન્દુત્વ જન્મજાત હોય છે.  બ્રહ્માંડની સૂક્ષ્મતા અને ભૌતિક જગતની સ્થૂળતામાં સત્, ચિત્ત અને આનંદ વચ્ચે સમત્વ પામવાના આત્મજ્ઞાનનું વિજ્ઞાન હિન્દુત્વની ગળથૂથી છે.
ધર્મ, અર્થ, કામ અને મોક્ષ શીખવતા જીવનધર્મનાં ગુરુકુલ સમા હિન્દુત્વને કોઇની માન્યતા કે પ્રમાણની આવશ્યક્તા નથી. વળી, દુનિયાનાં ઇતિહાસમાં હિન્દુત્વને બાદ કરતા એક પણ ધર્મ, જાતિ અને માનવ સંસ્કૃતિ નથી. જેણે સામ્રાજ્યવાદ અને સરમુખત્યારશાહી માટે અન્ય પ્રાંત, પ્રજા અને પરંપરાઓના અસ્તિત્વને નેસ્તાનાબૂદન કરવાનું પાપ ના કર્યું હોય. માનવજાતિનાં ઇતિહાસ અને વર્તમાનનાં સત્યો અને અસત્યો વચ્ચે હિન્દુત્વનું “સરેરાશ નહી, સંપૂર્ણ સત્ય” એ જ છે કે દુનિયા હિન્દુત્વને જેટલી નડી છે. તેનું આંશિક પણ હિન્દુ ધર્મ કે હિન્દુત્વ સંબંધિત કશું જ દુનિયાને નથી નડ્યું. આમ છતાં હિન્દુ માનવ સંસ્કૃતિએ દુનિયાના અન્ય કોઇ પણ ધર્મ, જાતિ, માન્યતાઓ અને સંસ્કૃતિનું છડેચોક અપમાન કે ખંડન કરવાની દુષ્ટતા નથી કરી. કદાચ એટલે જ હિન્દુત્વ વિશે ગમે તે વ્યક્તિ, ફાવે તેમ વિચારી, બોલી અને લખી શકવાને પોતાનો વ્યક્તિગત અધિકાર માને છે. 

ઓડ્રે ટ્રુશકે અને તેમની મંડળીને લાગે છે કે ઇસ્લામ અને ત્રાસવાદની જેમ હિંદુ ધર્મ અને હિન્દુત્વ અલગ અલગ છે. એટલે હિંદુ ધર્મથી હિંદુત્વને છૂટું પાડીને તે વૈશ્વિક લોકહિતના જમાદાર તરીકેની ફરજ બજાવી રહ્યા છે. પરંતું જે સૂર્ય સમા હિંદુ ધર્મ અને તેનું તેજ સમા હિંદુત્વ વચ્ચેનો સંબંધ જ નથી સમજી શક્યા. તે માત્ર રાજકીય આગેવાની અને બહુમતી વર્ચસ્વને પડકારવા માટે હિંદુફોબિયાને હથિયાર બનાવીને 

હિંદુત્વને કટ્ટર, ઘાતકી, મુર્ખ અને તુચ્છ સાબિત કરવામાં પડ્યા છે. હિંદુ ધર્મનું ઊંડાણ, ઊંચાઈ, વ્યાપકતા અને ઋજુતાને જાણવા-સમજવાની જેમની લાયકાત નથી. તેમનું હિન્દુત્વનાં ખંડનને પોતાની નૈતિક જવાબદારી સમજવું પૂર્વગ્રહની ચરમસીમા છે. હિંદુ ધર્મ અને હિંદુત્વ વિશે કુપ્રચાર કરવો. એ અભિવ્યક્તિની સ્વતંત્રતા નહી પણ બૌદ્ધિક કુંઠીતતા, વૈચારિક ક્રૂરતા અને વ્યાવહારિક દુષ્ટતા છે. અન્યનાં સન્માન અને અધિકારો પર બળાત્કાર કરવાની વિવેકહીન સ્વતંત્રતા ભૂલ નહી, અપરાધ છે. વિશ્વનાં સૌથી સૌમ્ય, સહિષ્ણુ, ખમ્ય, ક્ષમ્ય અને ઊદાર એવા હિન્દુ ધર્મ પરના આ વૈચારિક બળાત્કાર અને આત્યંતિક્તાનો હું વિરોધ કરું છું. તમે?

જેમને એમ લાગતું હોય કે આ કોન્ફરન્સનો વિરોધ કરવો જોઈએ એ આ લિન્ક પર ઓનલાઈન પિટિશન સહી કરી શકે છે.

Related posts

Diwali 2021/ દિવાળી પર કરી લો ધન પ્રાપ્તિ માટે ઉપાય, માતા લક્ષ્મીની કૃપાથી થઇ જશો માલામાલ

Damini Patel

કામની વાત/ LPG સિલિન્ડરમાં કોઇ સમસ્યા હોય તો મળશે પૂરા 50 લાખનો ફાયદો! ફટાફટ જાણો કેવી રીતે

Bansari

ખુશખબર/ હવે આ મહિલા કર્મચારીઓને મળશે 2 દિવસની Period Leave, અહીં જાણો તમામ જાણકારી

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!