GSTV
Banaskantha Trending ગુજરાત

ડીસામાં વર્ષીદાન વરઘોડો બન્યો આકર્ષણનું કેન્દ્ર : જુઓ વીડિયો

ડીસામાં દીક્ષા માટે નીકળેલો વર્ષીદાન વરઘોડો આકર્ષણનું કેન્દ્ર બન્યો. આ વરઘોડામાં વિવિધ આકર્ષણ તો જોવા મળ્યા સાથો સાથ તેમાં તૈયાર કરાયેલી રંગોળીએ નવો રેકોર્ડ સર્જયો છે. ડીસાના રસ્તા પર આજે સૌ કોઇની નજર આ વરઘોડા પર હતી. દીક્ષા પૂર્વે નીકળેલો વર્ષીદાન વરઘોડામાં. હાથી ઘોડા ઉંટ સહિતના વિવિધ આકર્ષણ જોવા મળ્યા. બેંડ બાજા તેમજ આફ્રિકન ડાન્સ સૌ કોઇની નજરમાં કૂતુહલ સર્જે તેવો હતો. ત્યારે આ વર્ષીદાન વરઘોડામાં સૌથી ધ્યાનાકર્ષ રહી રંગોળી

જી હા વરઘોડો જેમ જેમ આગળ ધપી રહ્યો હતો. તેમ તેમ આગળના ભાગે રંગોળી તૈયારી કરવામાં આવી રહી. આ રંગોળી એટલી ઝડપથી તૈયાર કરાઇ રહી હતી કે સૌ કોઇ આશ્ચર્ય ચકિત થઇ ગયા.

બનાસકાંઠાના ડીસામાં તૈયાર થયેલી આ રંગોળી 2.6 કિલોમીટર લાંબી રંગોળી હતી. જે ગુજરાતની સૌથી લાંબી રંગોળી બનવાથી લિમ્કા બુકમાં સ્થાન પામી છે.

મુંબઈ સ્થિત રાજમલ જૈનના અઢાર વર્ષીય દીક્ષિતે દિક્ષા લેવાના કરેલા નિર્ધાર બાદ આ વરઘોડો આયોજીત કરાયો હતો. જેમાં રંગોની આ કરામતથી આ વરઘોડો જાજરમાન બની ગયો હતો.

 

 

 

Related posts

IPL : ફાઈનલ મેચ શરૂ થાય તે પહેલા ચેન્નઈના આ સ્ટાર ખેલાડીએ આઈપીએલને કહ્યું અલવિદા

Hardik Hingu

અમદાવાદ / રાઘવ ફાર્મમાં બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર રદ કરાયો, લોકોએ ખુરશીને છત્રી બનાવી

Hardik Hingu

કર્ણાટક કોંગ્રેસમાં ફરી કકળાટ : પુત્તરંગશેટ્ટીએ વિધાનસભાના ઉપાધ્યક્ષ બનાવવાનો કર્યો ઈનકાર

Hardik Hingu
GSTV