GSTV

OMG! ટાઈગરને છોડી ક્વોરન્ટાઈનમાં આ વ્યક્તિ સાથે સમય વિતાવી રહી છે દિશા

કોરોના વાયરસના ખૌફના કારણે દુનિયાના પૈડા થંભી ગયા છે. જેથી બોલીવુડ સ્ટાર્સ પણ પોતાના ઘરમાં બેસી ગયા છે. જેથી ન તો ફિલ્મની શૂટિંગ થઈ રહ્યુ છે કે, ન તો કોઈ અસાઈન્ટમેન્ટ પર જઈ રહ્યા છે. બી ટાઉનના ચર્ચિત સ્ટાર્સમાથી દિશા પાટની (Disha Patani) પણ પોતાનો સમય ખુદને ક્વોરન્ટાઈનમાં રાખી સમય વિતાવી રહી છે. જોકે, રસપ્રદ વાત તો એ છે કે, દિશા (Disha Patani)હાલમાં પોતાના બોયફ્રેન્ડ ટાઈગર શ્રોફ સાથે નહી, પરંતુ તેની બહેન કૃષ્ણા સાથે સમય વિતાવી રહી છે.

ટાઈગરની બહેન સંગ દિશા

સોશિયલ મીડિયા પર દિશા પાટનીએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણી કૃષ્ણા શ્રોફ સાથે નજર આવી રહી છે અને આ બંને ટીકિટોર વીડિયો રેકોર્ડ કરી રહ્યા છે. દિશા પાટની આ વીડિયોમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. તેમણે વ્હાઈટ ટી-શર્ટ અને શોર્ટ્સ પહેરી રાખ્યુ છે, જેથી બધાનુ અટેન્શન ખેંચી રહી છે. આ બંનેએ વીડિયોમાં માથા પર ચાંદલો લગાવી રાખ્યો છે, જેમાં તે ખૂબ જ ક્યૂટ લાગી રહી છે.

કૃષ્ણા અને દિશાની બોન્ડિગ સારી છે

ઉલ્લેખનીય છે કે, ટાઈગરની સાથે સંબંધમાં આવ્યા બાદ કૃષ્ણાની સાથે દિશા પાટનીની સાથે સારા સંબંધ છે. બંનેની વચ્ચે ખૂબ જ સારી બોન્ડિગ છે. બંને ઘણી વખત ચીલ કરતા નજર આવી રહ્યા છે. ઘણી વખત તો આ બંને એક સાથે વર્કઆઉટ કરતી પણ નજર આવી છે.

દિશા સલમાન સાથે રાધેમાં નજર આવશે

વર્કફ્રંટની વાત કરીએ તો, હાલમાં જ દિશા પાટનીની ફિલ્મ ‘મલંગ’ રીલિથ થઈ હતી. જોકે, આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ઠિકઠાક બિઝનેસ કર્યો છે. હવે દિશા પોતાની આગામી ફિલ્મ ‘રાધે’ માં સલમાન ખાન સાથે નજર આવશે. આ ફિલ્મને પ્રભુદેવા પ્રોડ્યુસ કરી રહ્યા છે.

READ ALSO

Related posts

મુંબઈની એક હોસ્પિટલમાં 26 નર્સ અને 3 ડૉક્ટર્સ કોરોના પોઝિટીવ, પુણેમાં 42 ડૉક્ટર્સ ક્વારન્ટાઈનમાં

Pravin Makwana

કેટલી છે રાષ્ટ્રપતિની એક મહિનાની સેલરી, 30 ટકા કપાયા બાદ મળશે કેટલું વેતન? અહીં જાણો

Bansari

ન્યૂયોર્કમાં 1.23 લાખ લોકોને કોરોના સ્પર્શી ગયો, લડાઈ માટે ટ્રમ્પે 1000 સૈનિકોને ઉતાર્યા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!