ટાઇગરને છોડી દિશા આ નેતાના દિકરાને કરી રહી છે ડેટ, ફોટોઝ જોઇને રહી જશો દંગ

પાપારાઝી તરીકે ઓળખાતા ફોટોગ્રાફર્સને ક્યારેક અકસ્માતે એવાં દ્રશ્યો ઝડપવાની તક મળી જાય છે જે એમને માટે યાદગાર ક્ષણ બની જાય છે. તાજેતરમાં વાંદરા ઉપનગરમાં એવુંજ એક દ્રશ્ય જોવા મળેલું.

એક તરફ સલમાન ખાનની નારાજીની પરવા કર્યા વિના અર્જુન કપૂર અને મલાઇકા અરોરા બેધડક હવે જાહેરમાં દેખાતાં અને મોજ કરતાં નજરે પડે છે તો બીજી તરફ હવે એ લિસ્ટના અદાકારોમાં ગણાતા ટાઇગર શ્રોફની ગર્લફ્રેન્ડ મનાતી દિશા પટની આદિત્ય ઠાકરેની કારમાં ઘૂમતી નજરે પડી હતી.

તમને યાદ હશે, આદિત્ય ઠાકરે એટલે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેનો પુત્ર અને સ્વર્ગીય બાળાસાહેબ ઠાકરેનો પૌત્ર. દિશા વાંદરામાં આદિત્યની કારમાં નજરે પડી હતી. આદિત્ય પોતે કાર ડ્રાઇવ કરી રહ્યો હતો અને દિશા એેની બાજુમાં બેઠી હતી. આ દ્રશ્ય જોઇને પાપારાઝી ઇત્તેજિત થઇ ગયા હતા અને ધડાધડ ક્લીક કરવા માંડયા હતા.

સાથોસાથ પાપારાઝીને એ વાતની પણ મજા પડી ગઇ હતી કે અર્જુન કપૂર અને મલાઇકા હવે કેમેરાથી ડર્યા વિના બિનધાસ્ત જાહેરમાં ફરતાં નજરે પડયાં હતાં.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter