GSTV
Home » News » દિશા પટનીની બહેન દેખાવમાં હુબહુ એના જેવી જ, પરંતુ કામ જોઈને તમને સલામ કરવાનું મન થશે

દિશા પટનીની બહેન દેખાવમાં હુબહુ એના જેવી જ, પરંતુ કામ જોઈને તમને સલામ કરવાનું મન થશે

દિશા પટની બોલિવૂડની સૌથી હોટ અને ક્યૂટ એક્ટ્રેસમાંની એક છે. દિશા હંમેશા ચર્ચાઓમાં છવાયેલી રહે છે. ક્યારેક ટાઇગર સાથેના તેના અફેરના કારણે તો ક્યારેક તેની બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સના કારણે. ટૂંક સમયમાં દિશા, સલમાન ખાન અને કેટરીના કૈફની ફિલ્મ ‘ભારત’માં જોવા મળશે.

સોશિયલ મીડિયામાં વારંવાર પોતાના ફોટોઝ શેર કરતી રહેતી દિશાએ તાજેતરમાં જ એક ખાસ વ્યક્તિની ઇંસ્ટા ફોટો સ્ટોરી શેર કરી છે. આ વ્યક્તિ દિશાના જીવનમાં ખૂબજ મહત્વની છે અને તે છે દિશાની બહેન ખુશ્બૂ પટની. દિશા પટનીની બહેન ખુશ્બૂ પટની ભારતીય સેનામાં ઓફિસર છે. ખુશ્બૂએ પોતાનું સોશિયલ મીડિયા અકાઉન્ટ પ્રાઇવેટ રાખ્યું છે. ખુશ્બૂ અદ્દલ તેની નાની બહેન જેવી જ દેખાય છે. ઘણાં ઇન્ટરવ્યૂઝમાં દિશા કહી ચૂકી છે કે, તે રિયલ લાઇફમાં પોતાની બહેન પાસેથી પ્રેરણા લે છે.

પોતાના હટકે લુક અને અવનવી ફેશનમાં આવતી દિશા તેના ફેન્સમાં હંમેશાં છવાઇ જાય છે. મુંબઈના બાંદ્રામાં દિશાનું પોતાનું ઘર છે. તેણે આ નવું અપાર્ટમેન્ટ 2017માં પોતાને ગિફ્ટ કર્યું હતું. દિશાના આ ઘરનું નામ ‘લિટલ હટ’ છે. તેની કિંમત 5 કરોડ છે.

દિશા અત્યારે નિર્દેશક મોહિત સૂરીની ફિલ્મ મલંગનું શૂટિંગ કરી રહી છે, જે એક રોમેન્ટિક હોરર ફિલ્મ છે. આ ફિલ્મમાં તેની સાથે આદિત્ય રૉય કપૂર, અનિલ કપૂર અને કુણાલ ખેમૂ જોવા મળશે.

READ ALSO

Related posts

પ્રિયંકા ચોપરાનું બોલીવુડ કરિયર તો ડૂબ્યુ સમજો, હવે દેશગર્લ સાથે સલમાન ખાન ક્યારેય નહી કરે કામ

Bansari

મંદિરની સાથે સરકારી હોસ્પિટલમાં પણ વગાડાશે ગાયત્રી મંત્ર

Dharika Jansari

ચંદ્રાબાબુ નાયડુ ચૂંટણી પંચની બહાર ધરણા કરશે, જાણો શું છે માંગ?

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!