સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઇઝ’ની અપાર સફળતા બાદ તેનો બીજો ભાગ એટલે કે પુષ્પા-2 (‘પુષ્પા ધ રૂલ પાર્ટ 2’) ખૂબ જલદીથી આવવાનો છે. જો કે તેના ઓન સ્ક્રીન થવા અગાઉ આ ફિલ્મ સાથે જોડાયેલા એક ખાસ સમાચાર સામે આવ્યા છે. જો સૂત્રો દ્વારા કરવામાં આવતી અટકળો પર વિશ્વાસ કરવામાં આવે તો ‘પુષ્પા 2’ના આઈટમ સોંગમાં સામંથા રૂથ પ્રભુને બદલે હવે બોલિવૂડની સુંદર અભિનેત્રી દિશા પટાનીના લટકા ઝટકા જોવા મળશે. એટલે કે સામંથાને રિપ્લેશ કરીને દિશાએ આ ફિલ્મમાં પોતાની જગ્યા બનાવી છે.

નોંધનીય છે કે નિર્દેશક સુકુમારના નિર્દેશનમાં બનેલી અલ્લુ અર્જુનની પુષ્પાને હિન્દી દર્શકોનો પણ જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. ‘પુષ્પા’ના ગીતો અને સંવાદો બધી વસ્તુ ખૂબજ હીટ રહી હતી.
‘ઓ અંટવા’ ગીતમાં સામન્થાના છે કિલર મૂવ
‘પુષ્પાઃ ધ રાઇઝ’ 17 ડિસેમ્બર, 2021ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે માત્ર હિન્દી બેલ્ટમાં જ 100 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી. આ ફિલ્મમાં અલ્લુ અર્જુનની સાથે એક્ટ્રેસ રશ્મિકા મંદાના પણ હતી. આ ફિલ્મમાં બંનેની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. તે જ સમયે એક આઈટ નંબર ઓ અઁટવાથી સમંથા રૂથ પ્રભુએ દેશ-વિદેશમાં ધૂમ મચાવી હતી. આ ગીત લોકો માટે ખૂબ જ ચર્ચિત રહ્યું હતું. લોકો એ ગીતને ખૂબજ પસંદ કર્યું હતું અને હજુ પણ લોકોના પ્લે લિસ્ટમાં આ ગીત અવશ્ય હોય જ છે. સામન્થાએ તેની કિલર અદાઓથી લોકોને દિવાના બનાવી દીધા હતા. જો કે હવે એવા અહેવાલ છે કે આ ફિલ્મની સિક્વલમાં સામંથાની જગ્યાએ દિશા પટણી જોવા મળવાની છે.

શું દિશા પટણીએ સામંથાની જગ્યા લીધી!
‘પુષ્પા 2’માં દિશાની એન્ટ્રીને લઈને કોઈમોઈ ડોટકોમની રિપોર્ટનું માનવામાં આવે તો દિશા પટાનીએ આ ફિલ્મમાં સમંથા રૂથ પ્રભુને રિપ્લેસ કરીને પોતાની જગ્યા બનાવી લીધી છે. આગામી દિવસોમાં તે આ ફિલ્મમાં પોતાનો ડાન્સનો જલવો બતાવશે.
મેકર્સ પહેલેથી જ દિશાનો સંપર્ક કરી ચૂક્યા
રિપોર્ટ અનુસાર, દિશા પટણીને તેના પહેલા ભાગ એટલે કે ‘પુષ્પાઃ ધ રાઇઝ’માં ડિરેક્ટરે એપ્રોચ કર્યો હતો. દિશા પટણીને નિર્માતા પુષ્પાના ડાન્સ નંબર ઓ અંટવા માં લેવાના હતા. પરંતુ કોઈ કારણસર દિશાએ તે કરવાની ના પાડી દીધી. જોકે, જ્યારે મેકર્સ ટીમે ફરીથી દિશાને પ્રપોઝ કર્યું તો તે રાજી થઈ ગઈ. મળતી માહિતી મુજબ નિર્દેશક સુકુમારે પોતે આ બદલાવ માટે અભિનેત્રીનો સંપર્ક કર્યો છે. જો કે, હજુ સુધી કોઈના તરફથી આ વિશે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- મહત્વનો નિર્ણય / નાઇટ શિફ્ટ માટે મહિલાઓની સંમતિ લેવી પડશે, સરકારી અને ખાનગી ક્ષેત્ર બંને પર થશે લાગુ આ નિયમ
- મોંઘવારી સામે લડવા ઓઈલ કંપનીઓ પાસે વધુ ટેક્સ વસૂલવા સરકારની તૈયારી
- રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ભારતીય ઓઈલ કંપનીઓના ડિવિડન્ડના રૂ. 1000 કરોડ અટવાયા
- પૈસા ખર્ચ્યા વિના જુઓ વેબ સિરીઝ અને ફિલ્મ, આ એપ છે બિલકુલ ફ્રી, નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમને પણ ભૂલી જશો
- એન્ડ્રોઇડ યુઝર્સ સાવધાન! / ખતરનાક મેલવેયર વાયરસ ઈઝ બેક, જાણો કંઈ રીતે પહોંચે છે તમારા સ્માર્ટફોનમાં