દિશા પટની ફેશનને લઈ ચર્ચામાં રહ્યા કરે છે. રિવીલિંગ અને બોલ્ડ ડ્રેસને તે સારી રીતે કેરી કરે છે. તે ટાઈગર શ્રોફને ડેટ કરી રહી છે. બંને એ તેના સંબંધની ચર્ચા પણ ઘણી વાર મીડિયા સામે કરી છે. તેમના ફોટા પણ ઈન્ટરનેટ પર વાયરલ થાય છે.

પરંતુ અત્યારે જેટલી ગ્લેમરસ દેખાય છે તેટલી દિસા પહેલા નહોતી જોવા મળતી. તેના જૂના ફોટા જોશો તો તમે જોઈ નવાઈ પામી જશો. દિશાનો એક ફોટો મોડલિંગ ટાઈમનો છે. જેમાં તે બિલકુલ અલગ દેખાઈ રહી છે. દિશાએ તેના કરિયરની શરૂઆત 2015માં તેલુગુ ફિલ્મ લોફરથી કરી હતી.

આ પહેલા પણ તે ઘણી એડમાં જોવા મળી છે. તેણે 2016માં આવેલી ફિલ્મ એમએસધોનીમાં કામ કર્યું છે. ત્યારબાદ તે 2018માં બાગી-2માં જોવા મળી. જેમાં તેણે ટાઈગર શ્રોફ સાથે કામ કર્યું છે.

દિશાના શરૂઆતના ફોટો જોઈને તેમના ફેન્સને નવાઈ લાગશે કે તે ખરેખર દિશા છે? દિશાએ તેના મોડલિંગ ડેઝમાં ઘણા ફોટોશૂટ સાડીમાં કરાવ્યા છે. તેમાં દિશા અત્યારે સ્લીમ જોવા મળે છે પહેલા નહોતી. દિશા તેના ડાયેટ અને વર્કઆઉટનું ધ્યાન બહુ રાખે છે.

ગ્રીન સાડીમાં દિશા ખૂબસૂરત લાગી રહી છે. સાથે તેણે ગજરો પણ નાખેલો છે. બોલિવૂડમાં આવ્યા પછી તેણે તેના લુકને ઘણો બદલી નાખ્યો છે. ભારતની સ્ક્રીનિંગ વખતે તે ટાઈગર સાથે પહોંચી હતી.

હંમેશાં તેના કપડાંને લઈ ટ્રોલ થતી રહી છે. સોશિયલ મીડિયા પર તે એક્ટિવ રહ્યા કરે છે, પરંતુ દિશાને ટ્રોલર્સની વાતોથી કોઈ ફરક પડતો નથી.
Read Also
- ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાંથી પરત ફરી તમન્ના ભાટીયા, એરપોર્ટ લુક વાયરલ
- શરમ કરો! ગુજરાતની જેલમાં બેઠાબેઠા અઝહર કીટલી ચલાવી રહ્યો છે ખંડણીનું નેટવર્ક, 5 લાખ ના આપતાં વેપારીના ઘરે કરાવી તોડફોડ
- કાશ્મીરમાં પંડિત સુરક્ષિત નથી, લેફ્ટનન્ટ ગવર્નર નિષ્ફળ ગયા : પીએમ મોદી જવાબ આપે
- આવી ગઈ ઊડતી કાર, જાણો શું છે કિંમત, કેટલા લોકોએ કરાવી બુક
- લમ્પી વાયરસ : 24 કલાકમાં 2517 કેસ તો 110 પશુનાં મોત, 24 જિલ્લામાં હાહાકાર મચાવી રહ્યો છે વાયરસ