GSTV
Home » News » ઈન્સ્ટાગ્રામ પર દિશા પટનીએ કર્યો સ્ટંટ, વીડિયો જોઈ યુઝર કરવા લાગ્યા ટ્રોલ

ઈન્સ્ટાગ્રામ પર દિશા પટનીએ કર્યો સ્ટંટ, વીડિયો જોઈ યુઝર કરવા લાગ્યા ટ્રોલ

બોલિવૂડની એક્ટ્રેસ દિશા પટની સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ જોવા મળે છે. તે હંમેશાં તેના ફેન્સ માટે ફોટોઝ અને વીડિયોઝ શેર કરતી રહે છે. એવામાં તેણે એક વીડિયો શેર કર્યો છે જેમાં તે સ્ટંટ કરતી જોવા મળે છે. દિશાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે.

જેમાં તે સ્ટંટ કરી રહે છે. હવે આ વીડિયોમાં તે કિક કરવાની સાથે જંપ કરતી પણ જોવા મળી હતી. આ વીડિયો પર સોશિયલ મીડિયાના યુઝર્સ જબરદસ્ત રિએક્ટ કરી રહ્યા છે. એવામાં કેટલાક યુઝર્સ ફની કોમેન્ટ કરી રહ્યા છે. ત્યારે કેટલાક બૂસ્ટઅપ કોમેન્ટ કરી છે. એવામાં એક યુઝર્સે લખ્યું, ‘ટાઈગર શ્રોફની સાઈડ ઈફેક્સ.’ ત્યારે એક બીજા યુઝર્સે, તેને વંડર ગર્લ કહી હતી. ત્યારે વધુ એક યુઝરે લખ્યું, એક અમે છીએ જ ખાઈને સૂઈ જઈએ છીએ, જિંદગી ઝંડ છે અને તો પણ ઘમંડ છે.

View this post on Instagram

?? kick starting the day??‍♀️

A post shared by disha patani (paatni) (@dishapatani) on

અત્યાર સુધી દિશાની દરેક ફિલ્મ 100 કરોડના ક્લબમાં સામેલ છે. તેણે સુશાંતસિંહ રાજપૂત સાથે ફિલ્મ એમએસ ધોનીથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.

તેના પછી તે ટાઈગર સાથે બાગી 2માં જોવા મળી હતી. તેની ત્રીજી ફિલ્મ સલમાન ખાન સાથે ભારત હતી. દિશા પટની હંમેશાં ટાઈગર શ્રોફ સાથે સ્પોટ થતી હોય છે. ત્યારે તેનું નામ પણ ટાઈગર શ્રોફ સાથે જોડવામાં આવી રહ્યું છે. જોકે આ ટાઈગર અને દિશાએ ક્યારેય તેની પુષ્ટિ કરી નથી.

Read Also

Related posts

શાહરૂખ ખાનની સાસૂના ફાર્મહાઉસ પર 3.09 કરોડ દંડ, કોર્ટમાં આ બાબતે એકેય વખત હાજર નથી રહ્યા

Pravin Makwana

હેવી વર્કઆઉટ કરતી જોવા મળી આ સુંદર અભિનેત્રી, વીડિયો જોઈ ફેન્સે આપ્યા જોરદાર રિએક્શન

Ankita Trada

બોલીવુડનું આ હૉટ કપલ લગ્નના બંધનમાં બંધાઇ જશે, મેરેજ માટે રજીસ્ટર કરાવી આ તારીખ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!