બોલીવુડની હોટ અભિનેત્રીઓની યાદીમાં સામેલ દિશા પાટની સોશીયલ મીડિયા પર ખૂબ જ એક્ટીવ રહે છે. તેથી જ તેમની ખૂબ જ સારી ફેન્સ ફોલોઈંગ પણ છે. હાલમાં દિશાના સુપર હોટ અને સિઝલિંગ ફોટો સોશીયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયા છે.

અભિનેત્રી દિશા પાટની હાલમાં મોહીત સૂરીની ‘મલંગ’ ફિલ્મમાં કામ કરી રહી છે, જેના માટે તેણીએ ખૂબ કડક મહેનત કરી છે. હાલમાં રીલિઝ થયેલ ‘મલંગ’ ફિલ્મના ટ્રેલરમાં દિશા બિકિની અવતારમાં જોવા મળી રહી છે. જેથી તેણીના ફોટાઓ સોશીયલ મીડિયા પર ધુમ મચાવી રહ્યા છે.

બિકિનીમાં દિશાની ફિટનેસ ખૂબ જ સરસ દેખાઈ રહી છે અને તેણીનો આ લુક ખૂબ જ વાયલર થઈ રહ્યો છે. દિશાના ફેન્સ માટે તેમનો આ લુક ખૂબ જ ઉત્સાહિત પણ છે. જો કે, આ પ્રકારનો લુક મેળવવા માટે દિશાએ ખૂબ જ મહેનત અને વર્કઆઉટ કર્યું છે.

કલાકો સુધી જીમમાં પરસેવો પાડ્યો બાદ દિશાને આ લુક પ્રાપ્ત થયો છે. જીમમાં વેઇટ લિફ્ટિંગની સાથે સાથે દિશા ક્રોસફિટ પર પણ ઘણું ધ્યાન આપતી હતી.

ઉલ્લેખનીય છે કે, દિશાનો બિકિની આવતાર પ્રથમ વખત સામે આવ્યો નથી, પરંતુ તેણી ઘણી વખત સોશીયલ મીડિયા પર પોતાના ફોટા શેર કરતી રહે છે.