GSTV
Bollywood Entertainment

ફિલ્મ ભારત પછી સલમાન ખાન સાથે નહીં કરી શકે કામ દિશા પટનીએ કહ્યું…

salman disha patani

એક્ટ્રેસ દિશા પટની ફિલ્મ ભારતના પ્રમોશનમાં બિઝી છે. આ ફિલ્મમાં તે સલમાન સાથે જોવા મળશે. એક ઈન્ટરવ્યૂમાં દિશાએ કહ્યું કે તે ફ્યુચરમાં સલમાન સાથે કામ નહીં કરી શકે. તેણે એ ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, અલી સરે મને એક ભૂમિકા માટે બોલાવી હતી, જે સ્પેશિયસ અપિયરેન્સથી પણ વધુ મહત્ત્વની હતી.

મૈં એમને સાંભળ્યા કારણકે કામ સલમાન સર સાથે હતું તો મેં હા પાડી દીધી. ઈમાનદારીથી કહું તો, મને ખબર નથી કે સલમાન સર સાથે આવનારા સમયમાં કામ કરવા મળશે કે કેમ. અલી સરે પણ આ સ્ક્રિપ્ટ સાંભળાવતા મને કહ્યું.

જ્યારે મેં એની પાછળનું કારણ પૂછ્યું તો તેમણે કહ્યું કે, અમારી વચ્ચે ઉંમરનું અંતર છે અને ભારતમાં એટલે જ તેને કામ મળ્યું છે. કેમકે સલમાન સર યંગ એજના બતાવાયા છે. તો એટલા માટે આ બરાબર હતું. તે મહેતન પણ બહુ કરે છે. મને સલમાન સર પાસેથી શીખવા પણ ઘણું મળ્યું છે. એક બાજુ, ભારત મારા માટે સ્પેશિયલ છે કારણકે મેં આવી ફિલ્મ પહેલા કરી નથી.

એટલે તેને લાગે છે કે સલમાન સાથે મને બીજી વાર કામ કરવાનો મોકો ના પણ મળે. દિશા સલમાન સાથે કામ કરીને ખૂબ જ ખુશ છે. તેને કહ્યું કે, મને સારું લાગે છે કે લોકો મને અને સલમાનને સાથે જોવે. અમારા વચ્ચે કેમિસ્ટ્રી ગજબની છે. મેં ક્યારેય આશા નહોતી રાખી. સલમાન સાથે સોન્ગ કરીને હું મારી જાતને લકી માનું છું. કોરિયોગ્રાફર અને અલી સર આભાર.

Read Also

Related posts

પહેલી વાર મિસ યુનિવર્સ સુષ્મિતા સેન દેખાશે કિન્નરના રોલમાં

GSTV Web Desk

વિવાદ વધુ વકર્યો / ઓમ રાઉતની અપકમિંગ ફિલ્મ આદિપુરુષના ડાયરેક્ટરને ફટકારાઈ નોટિસ, ફિલ્મમાં રામાયણનું ઈસ્લામીકરણ

Hardik Hingu

KBCના સેટ પર જયાએ એવું કહ્યું કે રડવા લાગ્યા બિગ બી, સામે આવ્યો VIDEO

Hemal Vegda
GSTV