GSTV
Home » News » આ ખાસ વ્યક્તિ સાથે ‘વેલેન્ટાઇન ડે’ સેલિબ્રેટ કરી રહી છે દિશા, ફોટો જોઇ તૂટી જશે ટાઇગરનું દિલ

આ ખાસ વ્યક્તિ સાથે ‘વેલેન્ટાઇન ડે’ સેલિબ્રેટ કરી રહી છે દિશા, ફોટો જોઇ તૂટી જશે ટાઇગરનું દિલ

બોલીવુડ એક્ટ્રેસ દિશા પાટની અને ટાઇગર શ્રોફ વચ્ચેની કેમેસ્ટ્રી જગજાહેર છે. આ બંને સ્ટાર્સ પાછલા ઘણાં સમયથી તેઓ એકબીજાને ડેટ કરી રહ્યાં છે. ટાઇગરના પિતા જેકી શ્રોફને જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે પરોક્ષ રીતે આ વાત સ્વીકારી લીધી.

આજે વેલેન્ટાઇન ડે છે અને આ ખાસ અવસરે દિશા પોતાના બૉયફ્રેન્ડ ટાઇગર શ્રોફ સાથે નહી પરંતુ કોઇ અન્ય વ્યક્તિ સાથે ટાઇમ સ્પેન્ડ કરી રહી છે. તો ચાલો તમને જણાવીએ શું છે દિશાનો વેલેન્ટાઇન ડે પ્લાન…

દિશા પાટનીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે જેમાં તે ટાઇગર શ્રોફ સાથે નહી પરંતુ ફિલ્મ મલંગની પોતાની ટીમ સાથે છે. તસવીરમાં મલંગના તેના કો-સ્ટાર આદિત્ય રૉય કપૂર, અનિલ કપૂર, કુણાલ ખેમુ અને અમૃતા ખાનવિલકર નજરે આવી રહ્યાં છે. ફોટોના કેપ્શનમાં દિશાએ લખ્યું કે, મારા મનપસંદ લોકો સાથે. તસવીરને ફક્ત એક કલાકમાં જ અઢી લાખથી વધુ લોકોએ લાઇક કરી છે.

ટાઇગર ક્યા છે?

તસવીર પર કમેન્ટ બૉક્સમાં દિશા પાટનીના ફેન્સે ટાઇગર શ્રોફને લઇને સવાલ પૂછ્યાં છે. કેટલાંક ફેન્સે કમેન્ટ બૉક્સમાં પૂછ્યું, ટાઇગર ક્યાં છે? સાથે જ કેટલાંક અન્ય ફેન્સે દિશાને યાદ અપાવ્યું કે આજે બ્લેક ડે છે અને આ વાત યાદ રાખવી જોઇએ. અન્ય ફેન્સે દિશાને કમેન્ટ બૉક્સમાં વેલેન્ટાઇન ડે વિશ કર્યો છે.

જણાવી દઇએ કે દિશા પાટનીની ફિલ્મ મલંગ 7 ફેબ્રુઆરીએ રીલીઝ થઇ છે. ફિલ્મને થિયેટર્સમાં એક અઠવાડિયું થયું છે. ફિલ્મને ક્રિટિક્સ અને પબ્લિક તરફથી પોઝીટીવ રિએક્શન મળ્યાં છે અને ફિલ્મે સારી કમાણી પણ કરી છે. મોહિત સૂરીના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મમા દિશા પટણી અને આદિત્ય રૉય કપૂર લીડ રોલમાં છે. જ્યારે આ ફિલ્મમાં અનિલ કપૂર અને કુણાલ ખેમુ પણ નજરે આવી રહ્યાં છે.

Read Also

Related posts

શાહીનબાદથી આવ્યા સારા સમાચાર, આંદોલનકારીઓએ કાલિંદી કુંજથી ફરિદાબાદ જતો રસ્તો ખોલ્યો

Arohi

શેરડીની ખેતી કરો છો ? તો આ ખેડૂતે અપનાવેલી ટેકનિકનો કરો ઉપયોગ, મળશે મબલખ આવક

Mayur

મોહમ્મદ શમી પછી હવે બુમરાહનાં બચાવમાં આવ્યા ટીમનાં આ વરિષ્ઠ ખેલાડી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!