GSTV
Home » News » દિશા પટણીના બર્થ ડે પર ટાઇગર શ્રૉફે ખાસ અંદાજમાં કર્યુ વિશ, શેર કર્યો આ સ્પેશિયલ Video

દિશા પટણીના બર્થ ડે પર ટાઇગર શ્રૉફે ખાસ અંદાજમાં કર્યુ વિશ, શેર કર્યો આ સ્પેશિયલ Video

બોલીવુડ એક્ટ્રેસ દિશા પટણીના બર્થ ડે પર ટાઇગર શ્રોફે તેને ખાસ અંદાજમાં બર્થ ડે વિશ કર્યુ છે. 13 જૂને દિશાના બર્થ ડે પર ટાઇગરે એક વીડિયો શેર કર્યો છે. જેમાં બંને ડાન્સ રિહર્સલ કરતાં નજરે આવી રહ્યાં છે. આ વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. તેને જોયા બાદ દિશાના ડાન્સિંગ સ્કીલ્સનો પણ અંદાજ લગાવી શકાય છે.

આ વીડિયોમાં દિશા અને ટાઇગર ‘બેફિક્રા ભી હોના જરૂરી હૈ’ સૉન્ગ પર રિહર્સલ કરી રહ્યાં છે. ટાઇગરે આ વીડિયો શેર કરતાં ‘હેપ્પી બર્થ ડે ડી’ લખ્યું છે.

જણાવી દઇએ કે 2016માં આવેલા આ આલ્બમમાં બંને સાથે નજરે આવ્યાં હતા. બંનેની કેમેસ્ટ્રી અને ડાન્સને દર્શકોનો સારો રિસ્પોન્સ મળ્યો હતો.

તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુમાં દિશાએ પોતાના બર્થ ડે પ્લાન્સ વિશે જણાવ્યું હતું. તેણે કહ્યું હતું કે તે પોતાના મિત્રો સાથે ડિનર કરશે પરંતુ આ પાર્ટીમાં ટાઇગર હશે કે નહી તે અંગે દિશાએ જણાવ્યું કે તેણે આ અંગે કોઇ પ્લાન નથી બનાવ્યો. કહેવામાં આવી રહ્યું છે કે દિશા અને ટાઇગર એકબીજાને ડેટ કરી રહ્યાં છીએ. તેઓ ઘણીવાર એકબીજા સાથે સ્પોટ થયાં છે.

Read Also

Related posts

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં બોલિવૂડ અભિનેત્રીઓએ કર્યુ મતદાન

Mansi Patel

ગુસ્સામાં ગર્લફ્રેન્ડને કહી દીધી કોલગર્લ, હવે 15 વર્ષે કોર્ટે આપ્યો આ ચૂકાદો

Mayur

દિવાળીમાં લોકોની નજર તમારા પરથી નહી હટે, ટ્રાય કરો આ હિરોઇન્સનો સાડી લુક

Bansari
Do NOT follow this link or you will be banned from the site!